Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૬ મહિનામાં ૪૨૧ મેડિકલ સ્ટોરનાં લાઇસન્સ રદઃ ૩૧૬નાં સસ્પેન્ડ

મેડિકલ સ્ટોરને દર્દીનો જીવ જોખમમાં મૂકવાની સજાઃ લાઇસન્સનું સસ્પેન્સન

રાજકોટ,તા.૧૬:મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની હાજરી વિના ગ્રાહકને દવા આપવી, એ ગેરકાયદે છે. દર્દીનો જીવ જોખમમાં મુકાવાની ભીતિ હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રાલ વિભાગ દ્વારા માત્ર મેડિકલ સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ અને રદ કરવાની સજા કરવામાં આવે છે. સસ્પેન્શનનો સમયગાળો પણ માત્ર ૨થી૧૫ દિવસ સુધીનો જ હોય છે. ૬ મહિનામાં અમદાવાદમાં આવૉ ૪૨૧ મેડિકલ સ્ટોરનાં લાઇસન્સર રદ કરાયા છે જયારે ૩૧૬નાં લાઇન્સન્સ સસ્પેન્ડ કરાયાં હોવાનું પુછાયુ થયું છે.

 

ડ્રગ વિભાગ માત્ર ૨ થી ૧૫ દિવસ સુધી જ લાઇસન્સ સસ્પેન્ડ કરે છે, પછી 'જૈસે થે'

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરના લાઇસન્સને ૨થી ૧૫ દિવસ સુધી સસ્પેન્ડ કરાય છે. અમદાવાદમાં ૪૦૦૦ મેડિકલ સ્ટોર્સ તેમજ ૨૦૦૦ જેટલા દવાના હોલસેલ સ્ટોર છે. લાઇસન્સ રદ કરવાનાં મુખ્ય કારણોમાં લાઇસન્સ ૫ વર્ષ પછી રીન્યુ ન કરાવ્યું હોય, જે સ્થળનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે સ્થળે હાલમાં કોઈ કામગીરી થતી ન હોય તે સિવાય જે સ્ટોરના ફાર્માસિસ્ટની વારંવાર ગેરરીતિ મળતી હોય તેવા મેડિકલ સ્ટોરના લાઇસન્સ રદ કરાય છે. ફૂડ એન્ડ ડ્રગના નિયમ ૬૫ મુજબ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ હોવો જરૂરી છે. ફાર્માસિસ્ટની હાજરીમાં જ ગ્રાહકને દવા આપી શકાય.

ફાર્માસિસ્ટ કાઉન્સિલના અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં આશરે ૭૭૦૦ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે. દર વર્ષે ૧૦૦ જેટલી ફરિયાદો આવતી હોય છે. જેમાં મોટા ભાગે મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટની ગેરહાજરીની ફરિયાદો હોય છે. પહેલી ફરિયાદમાં અમે ૫૦૦- ૧૦૦૦ રૂપિયા દંડ તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતી મળે તો રજિસ્ટ્રેશન રદ કરીએ છીએ. વર્ષે એક-બે કિસ્સામાં અમે રજિસ્ટ્રેશન રદ થાય છે. ગુજરાત-સૌરાટ્રમાં લગભગ બભેજ આવી તસ્થતિૅ પ્રવર્તે છે.

(2:18 pm IST)