Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

શાંતિદૂતઃ પૂજય દાદા જે. પી. વાસવાણીજીના જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે

'દાદા જે. પી. વાસવાણી'ની જીવનગાથા

સમગ્ર વિશ્વએ જેમને 'શાંતિદૂત'નું બિરૂદ આપેલ છે, અને વિશ્વભરમાં શ્નફરગીવનેસ – ડેલૃદ્વારા માફી આપી લોકોને શાંતિ પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવનાર દાદા જે. પી. વાસવાણીજીનું જીવન એક વિશાળ સમુદ્ર સમાન છે. જેમા ડૂબકી માત્ર મારવાથી દિવ્યતાનો અનુભવ અને પ્રેરણાના પુષ્પો મળે છે. આ દૈનિક શ્રુખલામાં પૂજય દાદાના જીવનરૂપી કથાસાગરમાંથી અમૂલ્ય ઘડીરૂપી મોતીની માળા ગુંથી આ વિશ્વસતની જીવનયાત્રાને કલમરૂપી દેહ દ્વારા અંકિત કરવામાં આવશે.

   કથાસાગર – કડી – ૧

લગભગ એક સદી પહેલા, હૈદરાબાદ સિંધમાં શ્રી પહલાજરાય વાસવાણી અને શ્રીમતી ક્રિષ્નાદેવી વાસવાણીના સંસ્કારી પરિવારમાં પુત્રરત્નનો જન્મ થયો. બાળકના ઘરમાં આગમનથી સમગ્ર  પરિવારમાં 'જશ્ન'નો માહોલ છવાઇ ગયો આથી બાળકનું નામ રાખવામા આવ્યું 'જશન'

સંસ્કારી માતા – પિતાની છત્રછાયામાં બાળક જશનનું બાળપણ ગુલમહોરની માફક ખીલી ઉઠયું. બાળક જશનની આંખોમાં ભરપૂર પ્રેમની ધારા વહેતી હતી માત્ર ૪ વરસની (વર્ષની) આયુમાં બાળ જશનનું હદય સેવા, પ્રેમ અને દયાના ધબકારા સાંભળતું થઇ ગયું હ્રતું. બાળ જશન એમની ઉમરના બાળકો કરતા તદન અલગ વ્યકિતત્વ ધરાવતા હતા. સંસ્કાર અને શિક્ષણનો સમન્વય જયારે જશનના જીવનનું ઘડતર કરી રહ્યો હતો એ સમયની આ વાત છે. શાળાના પ્રારંભિક ઘડતર તબક્કામાં તેઓએ જોયું કે શાળાના વિધાર્થીઓ ટાઇ પહેરી અને રોફથી શાળામાં અભ્યાસ કરવા આવતા જયારે પહલાજરાય 'ટાઇ'ને અંગ્રેજ પહેરવેશ માનતા તેથી ઘરમાં અંગ્રેજી વસ્તુઓનો ઘરમાં સખત વિરોધ રહેતો. તેથી પોતે ટાઇ પહેરી શકતા નહીં આ બાબતનું તમને ખૂબ દુઃખ થતું. પુત્રની માનસિક પરિસ્થિતિ સમજી માતાએ વચલો રસ્તો કાઢયો જશન – તું પાછળના દરવાજેથી ટાઇ પહેરી સ્કુલ શાળાએ જઇશ તો તારા પિતાને ખબર પણ નહી પડે મને ખાતરી છે એક વખત તારા પર ચડેલી આ ટાઇ પહેરવાની ધૂન ઉતરી જાશે પછી ખુદ તુ પણ ટાઇ પસંદ નહી કરે, બાળ જશને કચવાતા મને ટાઇ પહેરી અને વિચાર્યું વાહ – આજથી હું પણ અન્ય બાળકો પર મારો રોફ જમાવીશ વિચાર સાથે પાછલા દરવાજે પહોચતા જ એના અંતરમાંથી અવાજ આવે છે, જશન? માત્ર દેખાવ અને રોફ મારવાના હેતુને લઇને શું તુ તારા પિતા સાથે વિશ્વાસઘાત કરીશ? આ સંસ્કાર છે? અને જશન પળમાત્રમાં કેટલાય સમયથી ટાઇ પહેરવાની ઇચ્છાને ટાઇ કાઢી ફેકી અને દૂર કરે છે. મનમાં કહે છે હું નિર્ભય થઇ આગળના દરવાજેથી જ જઇશ, થોડી પળોની ખુશી માટે હું માતા – પિતાના સંસ્કાર કેમ ભુલુ? ધન્ય છે બાળ જશન – ધરતી માતા પણ આવા પુત્રોના પગલાને પ્રેમથી વધાવે છે, પ્રેમથી પુજે છે. બાળ જશનની કથાસાગરની બીજી કડી આવતીકાલે.....(૩૭.૨)

શ્રી બી.બી. ગોગીયા  સાધુ વાસવાણી સેન્ટર, રાજકોટ

(1:53 pm IST)