Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અકિલા દરિયો છે, એમાં સમાજ ઉપયોગી મોજા ઘુઘવે છે

વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે અનરાધાર આશીર્વાદ વરસાવતા કનુભાઈ શાસ્ત્રીઃ પ્રિન્ટ આવૃતિ, વેબ આવૃતિ, વોટસઅપ મેસેજ, લાઈવ ન્યુઝ વગેરે લોકપ્રિયતાની નવી ઉંચાઈએઃ સમાચારોની ઝડપ, તટસ્થતા, નિર્ભયતા અને વિશ્વસનિયતાને બિરદાવતા એજન્ટ બંધુઓઃ લાખેણા ઈનામોના વિજેતાઓ જાહેર

નસીબવંતા નિર્ધારણઃ અકિલા દૈનિક વાર્ષિક લવાજમ યોજના (૧ એપ્રિલ ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૮)નો સાદગીપૂર્ણ ડ્રો અકિલા કાર્યાલય ખાતે ગયા શનિવારની સાંજે યોજાયેલ આ પ્રસંગે પડધરીવાળા શાસ્ત્રી શ્રી કનુભાઈ સાતાએ આશીર્વાદ આપેલ. શાસ્ત્રી શ્રી જયેશભાઈ સાતાએ મંગલ પ્રાર્થના કરાવેલ. અકિલા પરિવાર વતી તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રાએ અંતરના ઉમળકાથી સૌને આવકાર્યા હતા. સ્વાગત અને આશીર્વચન બાદ શાસ્ત્રી શ્રી કનુભાઈ સાતા તેમજ બહેરા-મુંગા શાળા સાથે સંકળાયેલા અનિરૂદ્ધસિંહ ઝાલા, ધર્મિષ્ઠાબા ઝા, હિરેનભાઈ પંડયા, ભાર્ગવ ચૌહાણ અને યુવરાજસિંહ ઝાલા (બહેરા મુંગા)ના હસ્તે ડ્રમમાંથી ચીઠ્ઠી ખેંચી વિજેતા નક્કી કરવામાં આવેલ. ત્યાર બાદ અકિલાના જુદા જુદા ગામના એજન્ટ સર્વશ્રી કીર્તિભાઈ શાહ ચોટીલા, મહમદભાઈ રાઠોડ વાંકાનેર, ઈલાબેન જોષી ગોંડલ, સચીનભાઈ આશર કાલાવડ, મનમોહનભાઈ બગડાઈ પડધરી, મનસુખભાઈ બાલધા જામકંડોરણા, સલીમભાઈ બાંગા કોટડાસાંગાણી, ભીમજીભાઈ સોઢા કુવાડવા, સુરેશભાઈ કેશરિયા ત્રંબા, રમેશભાઈ લોટિયા સરધાર, હસુભાઈ અને કેતન કંસારા ધ્રોલ, અમીનભાઈ મોરબી, કિરીટભાઈ પંચોલી આટકોટ, જયસ્વાલભાઈ ગોંડલ, નરેન્દ્રભાઈ સોલંકી રાજકોટ વગેરેના હસ્તે ઈનામ ખેંચાયા હતા તે પ્રસંગની તસ્વીરો (તસ્વીરઃ  સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૪ :. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આજથી ૪ દાયકા પૂર્વે 'સવારે ચા, સાંજે અકિલા' તે સૂત્ર સાથે પદાર્પણ કરી ઉતરોતર પ્રગતિ સાથે સૂત્રને સાર્થક કરનાર અકિલા દૈનિકની વાર્ષિક યોજનાનો અત્યંત સાદગીપૂર્ણ ડ્રો તા. ૧૨ મે શનિવારની સાંજે અકિલા કાર્યાલયના સંપૂર્ણ વાતાનુકુલિત કોન્ફરન્સ રૂમમાં એજન્ટ પરિવારની હાજરીમાં યોજાયેલ. જેમાં જાણીતા કથાકાર તથા શાસ્ત્રોકત બાબતોના વિદ્વાન શાસ્ત્રી શ્રી કનુભાઈ સાતા પડધરીવાળાએ ખાસ ઉપસ્થિત રહી અસીમ આશીર્વાદ આપ્યા હતા. ૭૪ વર્ષની ઉંમરના કારણે સ્વાસ્થ્યની સ્વભાવિક મર્યાદા છતા તેમણે અકિલાનું નેહ નિતરતુ નિમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.

ઉપસ્થિત આમંત્રિતોએ અકિલાની પ્રિન્ટ આવૃતિ, વોટસઅપ મેસેજ, ઈન્ટરનેટ આવૃતિ, ફેસબુક પર શ્રી કિરીટભાઈ ગણાત્રા દ્વારા અપાતા લાઈવ ન્યુઝ વગેરેની મુકતકંઠે પ્રશંસા કરી હતી.

પ્રારંભમાં યુવા શાસ્ત્રી શ્રી જયેશભાઈ સાતાએ પ્રાર્થના અને ગણપતિદાદાના મંગલ શ્લોકનું ઉચ્ચારણ કરેલ. દિવ્ય વાતાવરણમાં અકિલા પરિવારના સ્મિતાબેન રાયચુરા (નાશિક), માહી નિમિષભાઈ ગણાત્રા વગેરેએ  એ દીપ પ્રાગટય કર્યુ હતું.

અકિલા અમેરિકા ન્યુજર્સી સ્થિત પ્રતિનિધિ શ્રીમતી દીપ્તીબેન જાનીના જીવનસાથી શ્રી સુરેશભાઈ જાનીનું તા. ૩ ના રોજ દુઃખદ અવસાન થતા તેમને તથા ભૂતકાળમાં દેહવિલય પામેલા અકિલા પરિવારના સભ્યોના માનમાં બે મીનીટ મૌન પાળવામાં આવ્યુ હતું.

પડધરી નિવાસી વિદ્વાન શાસ્ત્રી અને ગણાત્રા પરિવારના કુળ ગોર શ્રી કનુભાઈ સાતાએ અકિલા પરિવાર સાથેના પોતાના વર્ષો જૂના આત્મીય નાતાનો ઉલ્લેખ કરી જણાવેલ કે અમને વાંચક તરીકે અકિલાની આદત પડી ગઈ છે. અકિલા ન વાંચીએ ત્યાં સુધી મજા આવતી નથી. અકિલામાં પંચાગ જેવી માહિતી, તહેવારોનો મહિમા, એની ઉજવણી, સંતો-મહંતો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની મુલાકાત વગેરે વાંચવા, જાણવા મળે છે. તમામ વર્ગના લોકોને ઉપયોગી થાય તેવી ભરપુર માહિતી અકિલામાંથી મળે છે. અકિલા એ સમાચારોનું સર્વોતમ માધ્યમ છે. અકિલામાં કોઈના ખોટા વખાણ છપાતા નથી. શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલા પરિવાર આંગણે આવેલા સૌને માન આપે છે.

અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારે વડીલોના આશીર્વાદ તથા સ્વબળે શૂન્યમાંથી સર્જન કર્યાનો ઉલ્લેખ કરી શ્રી કનુભાઈ શાસ્ત્રીએ અકિલાને દરિયાની ઉપમા આપતા જણાવેલ કે નદી અમૂક સમયે સૂકાઈ જતી હોય છે પરંતુ દરિયો કયારેય સુકાતો નથી, અકિલા એ દરિયો છે. આ દરિયામાં ન્યાય, નીતિ, નિર્ભયતા અને નિષ્ઠાના મોજા ઘુઘવી રહ્યા છે. આવનારા દિવસોમાં અકિલા વિકાસની નવી ઉંચાઈ સર કરશે એવી મને શ્રધ્ધા છે.

શાસ્ત્રીજીએ ભૂતકાળમાં પોતાની અકિલા કાર્યાલયની મુલાકાતો વખતે અકિલા પરિવારના સ્વ. શ્રી નરેન્દ્રભાઈ પારેખને મળેલા તે પ્રસંગો યાદ કરી તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી.

શ્રી કનુભાઈએ શ્રી કિરીટભાઈ, શ્રી અજિતભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી નિમિષ ગણાત્રા તેમજ સમગ્ર અકિલા પરિવારના ટીમ વર્કને બીરદાવી અનરાધાર આશીર્વાદ વરસાવ્યા હતા.

સ્વાગત અને આશીર્વચન બાદ શાસ્ત્રી શ્રી કનુભાઈ સાતા તેમજ બહેરા-મુંગા શાળા સાથે સંકળાયેલા અનિરૂદ્ધસિંહ ઝાલા, ધર્મિષ્ઠાબા ઝા, હિરેનભાઈ પંડયા, ભાર્ગવ ચૌહાણ અને યુવરાજસિંહ ઝાલા (બહેરા મુંગા)ના હસ્તે ડ્રમમાંથી ચીઠ્ઠી ખેંચી વિજેતા નક્કી કરવામાં આવેલ. ત્યાર બાદ અકિલાના જુદા જુદા ગામના એજન્ટ સર્વશ્રી કીર્તિભાઈ શાહ ચોટીલા, મહમદભાઈ રાઠોડ વાંકાનેર, ઈલાબેન જોષી ગોંડલ, સચીનભાઈ આશર કાલાવડ, મનમોહનભાઈ બગડાઈ પડધરી, મનસુખભાઈ બાલધા જામકંડોરણા, સલીમભાઈ બાંગા કોટડાસાંગાણી, ભીમજીભાઈ સોઢા કુવાડવા, સુરેશભાઈ કેશરિયા ત્રંબા, રમેશભાઈ લોટિયા સરધાર, હસુભાઈ અને કેતન કંસારા ધ્રોલ, અમીનભાઈ કુરેશી  મોરબી, કિરીટભાઈ પંચોલી આટકોટ, કમલેશભાઈ આશર કાલાવડ, ચંદ્રશેખર જયસ્વાલ અને ગૌરાંગ મહેતા ગોંડલ,  નરેન્દ્રભાઈ સોલંકી રાજકોટ, નીતિન ફીચડીયા વગેરેના હસ્તે ઈનામ ખેંચાયા હતા. વિજેતા નામની જાહેરાત થતા ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા.

ડ્રો માટે જરૂરી વ્યવસ્થા અકિલાના હિસાબી વિભાગના રાજુભાઈ ધોળકિયા, યોગેશ ખેતાણી, હનિફભાઈ, અજય ત્રિવેદી, પ્રદીપભાઈ ત્રિવેદી, ધીરૂભાઈ તેરૈયા, દીપકભાઈ વ્યાસ, મનસુખભાઈ કપુરીયા  વગેરેએ કરી હતી. સંપૂર્ણ સાદગીસભર છતા ગૌરવપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અકિલા પરિવારના ડો. અનિલ દશાણીએ કર્યુ હતું.

(12:02 pm IST)