Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સગીર બાળા ઉપર વાસના ભૂખ્યાઓ તૂટી પડયા હતા...

હળવદની હિચકારી ઘટના અંગે આરોપીઓને સખત સજા કરવા યોગ્ય પોલીસ અધિકારી મૂકો આરોપીઓ પકડાઇ ગયા છેઃ રાજકોટ ક્ષત્રીય ઠાકોર સેનાનું આવેદન

રાજકોટ તા. ૧૬ : ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના રાજકોટ એકમે એડી.કલેકટર શ્રી હર્ષદ વોરાને આવેદન પાઠવી હળવદ પોલીસ સ્ટેશનના આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ભરતભાઇ મકવાણા તથા અન્યોએ ઉમેર્યું હતું કે ગઇ તા. ૧૧/૪ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને સદર ગુનાના આરોપીઓને તા.૧૩/૪/ર૦૧૮ ના રોજ હળવદ તાલુકા સમસ્ત ઠાકોર સમાજ તેમજ હળવદ તાલુકા ઠાકોર સેના દ્વારા મામતલદારશ્રીને તેમજ પી.આઇ.શ્રીને આવેદનપત્ર આપતા સદર આરોપીઓની તાત્કાલીક ધોરણે અટકાયત કરવામાં આવેલ હતી. સદર આરોપીઓ હાલ કસ્ટડીમાં છે અને આ કામના આરોપીઓ એક હવસના કુતરાની જેમ એક સગીર બાળા ઉપર ખરાબ કૃત્ય (બળાત્કાર) કરેલ છે અને આ વાસનાના ભુખ્યાઓને જો કડક સજા કરવામાં ન આવે તો તેની છાપ ભવિષ્યમાં ખરાબ પડી શકે છે.

તો આપને અને વીનંંતી કરવાની કે આ કામમાં સંડોવાયેલા આરોપીઓને અને અન્ય ઇસમો વિરૂધ્ધ ફરીયાદ પક્ષના નિવેદનો લઇ પંચનામા કરી યોગ્ય ચાર્જશીટ કરી અને આ ચાર્જશીટ માટે યોગ્ય પોલીસ અધિકારીની નિમણુંક કરવા માંગણી છે.(૬.૧૬)

(4:24 pm IST)