Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજયપાલ વજુભાઈ વાળાની મુલાકાતે દિપકભાઈ શાહ

રાજકોટ : સૌરાષ્ટ્ર - કચ્છની સૌથી જૂની અને અગ્રગણ્ય એડવર્ટાઈઝીંગ એજન્સી સેલ સર્વિસ સીન્ડીકેટવાળા શ્રી દિપકભાઈ શશાહ તથા પરીવારે તેમની બેંગ્લોરની તાજેતરની મુલાકાત દરમિયાન કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે તસ્વીરમાં દર્શાય છે. ગર્વનરશ્રીએ મુલાકાત દરમિયાન મૂર્ધન્ય પત્રકાર સ્વ. સુમતીભાઈ શાહ સાથેના તેમના આત્મીય સંબંધોને યાદ કરી, અનેક યાદગાર સંસ્મરણોને નિખાલસતાથી વાગોળ્યા હતા.(૩૭.૧૭)

(4:17 pm IST)