Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

હવસભુખ્યા મુરલી ભરવાડની નફફટાઇથી કબુલાત... ત્રણ વખત કાળો કામો કર્યો'તોઃ પોલીસે હવસનું ભૂત ઉતાર્યુ

રાજકોટઃ નવ વર્ષની બાળકીને મોબાઇલમાં બિભત્સ કલીપો દેખાડી તેમજ ગેઇમ રમાડવાના બહાને ઘરમાં બોલાવી ત્રણ વખત બળાત્કાર ગુજારી તેમજ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી હવસખોરી આચરનારા ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના કમલેશ ઉર્ફ મુરલી કાળુભાઇ બોરીયા (ભરવાડ) (ઉ.૨૩)ને તાકીદે ઝડપી લેવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એડી. ડીસીપી હર્ષદ મહેતા, ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલાએ સુચના આપતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા, શૈલેષ પરી, ગીરીરાજસિંહ  હેડકોન્સ. હરેશભાઇ પરમાર, કોન્સ. રવિરાજસિંહ, અમીનભાઇ, ધર્મેન્દ્રસિંહ, ગિરીરાજસિંહ,  લક્ષમણભાઇ, એસઓજીના પી.એસ.આઇ. એચ. એમ. રાણા તથા ડીસીબીના પી.એસ.આઇ. પી. બી. સોનારા અને ટીમ કામ લાગી હતી અને કોન્સ. અમીનભાઇ તથા ગિરીરાજસિંહ જાડેજાની બાતમી પરથી કમલેશને રૈયાધાર રવેચી હોટેલ પાસેથી ઝડપી લઇ હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું હતું. આ હવસખોરે નફફટાઇથી એવી કબુલાત આપી હતી કે તેણે બાળા સાથે ત્રણ વખત કૂકર્મ કર્યુ હતું અને એક વાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યુ હતું. તસ્વીરમાં વિગતો જણાવતાં એડી. ડીસીપી હર્ષદ મહેતા, પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા અને ટીમ તથા પકડાયેલો કમલેશ ઉર્ફ મુરલી ભરવાડ જોઇ શકાય છે. (૧૪.૧૩)

(4:15 pm IST)