Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

૪૦૦ થી માંડીને ૧પ૦૦૦ સુધીની વિવિધ ચીજોનું દાન કરવા હાકલ

સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા દાનની સરવાણી વહેવડાવવા ટહેલ...

રાજકોટ તા.૧૩ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કાલે મકરસંક્રાંતિ પર્વ નિમિતે દાનની સરવાણી વહેવડાવવા માટે અપીલ કરાઇ છે.

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, ઢેબર રોડ ખાતે તા.૧૪ અને ૧પ ના રોજ સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી ગૌપૂજન, વૌસેવા, અને ગૌદાનનો અલભ્ય લાભ લેવા દાતાઓને હાલક કરાઇ છે.

જેમાં ૧ ગુણી ઘઉંનું ભુસુ ૪૦૦ રૂ., ૧ ગુણી અડદનું ભુસુ઼, ૩પ૦ રૂ.,૧ ગુણી ચણાનું ભુસું, ૪પ૦ રૂ., ૧ ગુણી ખોળ,  ૭૦૦, ૧ ગુણી કપાસીયાનો ખોળ ૧૦૦૦ રૂ., ૧ ગુણી મકાઇનો ખોળ ૧ર૦૦ રૂ., ૧ ડબ્બો ગોળ ૮૦૦ રૂ., ૧ ગાડી જુવારની કડબ ૧પ૦૦૦ રૂ. દાન કરવા અપીલ કરાઇ છે.(૬.૧૬)

(4:21 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST