Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

આજી નદીના બંધીયાણ પાણીના વહેણ શરૂ કરવા રજુઆત

નદીના બંધિયાણ પાણીના કારણે મચ્છરો અને જીવજંતુનો ઉદભવઃ નદીના કાંઠાના રહેવાસીઓ ત્રાહિમામ

રાજકોટઃ તા.૧૩, નદી કાંઠાના રહેવાસીઓ ત્રાહિમામ નદીના બંધીયાણ પાણીના કારણે મચ્છરો અને જીવજંથુનો ઉદભવઃ આજીનદીના ઘણા  સમયથી ખરાબ પાણીનું વહેણ ભરતી અને કચરાના કારણે બંધ થઇ જતા ખરાબાના પાણીને કારણે આજીનદીમાં મચ્છર અને જીવજંતુઓનો ઉદભવ ખુબ જ વધી જતા શહેરના જાગૃત નાગરીક અબ્દેઅલી ગાંધીએ રાજકોટ મ્યુનીસીપલ કમિશ્નર શ્રીને પત્ર લખી આજીનદીના બંધીયાણ પાણીની વહેણને સત્વરે શરૂ કરવાની કામગીરી કરવા રજુઆત કરેલ છે.

શ્રી ગાંધીએ મ્યુની. કમિશ્નરને પાઠવેલ  પત્રમાં જણાવેલ છે  કે પાંજરાપોળ વિસ્તારના ઇન્દીરા બ્રિજથી લઇને કેશરી હિન્દ પુલ સુધીમાં બંને પુલ વચ્ચેના ેબેઠા પુલના નાલાઓ બંધ થઇ જવાના કારણે ખરાબાના પાણીના વહેણ બંધ થઇ ગયેલ છે. જેને લઇને મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉદભવ નદી કાંઠાના વિસ્તારમાં ખુબજ વધી વધી ગયેલ છે. અને જેને લઇને નદી કાંઠાના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયેલ છે. અને  અનેક પાણીની બિમારીઓનો ભોગ બની રહયા છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે ઇન્દીરા બ્રિજથી લઇને કેશરી હિન્દ બ્રિજ  સુધીના નદીના પાણીના વહેણને સત્વરે શરૂ કરવા યોગ્ય કરવાની માંગણી કરવામાં આવેલ છે. (૪૦.૫)

(2:17 pm IST)