Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

બેભાન હાલતમાં યુવાન,પ્રોૈઢ અને વૃધ્ધના મોત

કિશોર પરમાર, મહેન્દ્રભાઇ પરમાર અને દેવશીભાઇ રાઠોડે સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: બેભાન હાલતમાં ૩૫ વર્ષના યુવાન, બાવન વર્ષનો પ્રોૈઢ અને ૬૬ વર્ષના વૃધ્ધે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં કિશોરભાઇ ત્રિકમભાઇ પરમાર (ઉ.૩૫) નામના ચમાર યુવાનને દોઢેક માસથી કમળાની બિમારી હોઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. માલવીયાનગરના એએસઆઇ કે. વી. ગજેરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં રૈયા ૧૫૦ રીંગ રોડ સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૧૧માં રોઝરી સ્કૂલ પાસે રહેતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં મહેન્દ્રભાઇ સુંદરજીભાઇ પરમાર (ઉ.૫૨) નામના દરજી પ્રોૈઢને સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતાં  અને ઉલ્ટી થતાં ઇનો પીધો હતો. પણ ગભરામણ વધી જતાં અને બેભાન જેવા થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંત્ુ અહિ મોત નિપજ્યું હતું. ચોકીના એએસઆઇ સલિમભાઇ ફુલાણીએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ભાવનાબેન સંતોકી અને ગિરીરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના ચક્ષુનું દાન કરી પરિવારજનોએ સ્તુત્ય પગલું ભર્યુ હતું.

ત્રીજા બનાવમાં નાના મવા રોડ મેઘમાયાનગર-૪માં રહેતાં દેવશીભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.૬૬) નામના વૃધ્ધ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પરમારે કાર્યવાહી કરી હતી.

કુવાડવાના રાજુએ ઝેર પીધું

કુવાડવા શકિત હોટેલ પાસે રહેતાં અને ખાનગી દવાખાનામાં કામ કરતાં રાજુ અરજણભાઇ બાહુકીયા (ઉ.૩૫) નામના કોળી યુવાને રાત્રે કોઇ ઝેરી પદાર્થ પી લેતાં સારવાર માટે દાખલ કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા જાણ કરી હતી.

(1:04 pm IST)