Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2016

'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ' શિવદાન ગઢવીને અને 'લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ' સ્વ. લાખાભાઇ ગઢવીને અર્પણ : હિન્દી અનુવાદીત 'જાલંધર પૂરાણ' નું વિમોચન

રાજકોટ : લોકસાહિત્યના સંશોધન અને સંપાદન ક્ષેત્રે દાયકાઓથી કાર્યરત હોય તેઓને પ્રોત્સાહીત કરવા ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ કેન્દ્ર દ્વારા  વર્ષ ૨૦૧૬ નો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ લોકસાહિત્યવિદ્દ સંશોધક અને સંપાદક શિવદાન ગઢવીને તેમજ લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ લોકગાયક સ્વ. લાખાભાઇ ગઢવીને અર્પણ કરવામાં આવેલ છે. આત્મીય એન્જી. કોલેેજ સભાગૃહ ખાતે યોાજયેલ એક સમારોહમાં આ એવોર્ડ પૂ. શ્રી મોરારીબાપુના હસ્તે અર્પણ કરાયા હતા. કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે કૃષિ અને પંચાયત રાજના કેન્દ્રીય રાજય મંત્રી પરષોતમ રૂપાલા અને મુખ્ય મહેમાન તરીકે રાજયના મહેસુલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તેમજ શ્રી ત્યાગવલ્લભ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના નિયામક ડો. આંબાદાન રોહડીયા દ્વારા સંપાદિત અને શ્રી નાહરસિંહ જસોલ દ્વારા હિન્દીમાં અનુવાદ કરાયેલ હરદાસ મિસણકૃત 'જાલંધર પુરાણ' ગ્રંથનું લોકાર્પણ પૂ. મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યુ હતુ.  કાર્યક્રમનું સફળ સંચાલન એચઆરડીસીના ડાયરેકટર ડો. કલાધર આર્યઅ કર્યુ હતુ. આ પ્રસંગે સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, ભવનના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકો અને નોન ટીચીંગ સ્ટાફ તથા કલા સાહિત્ય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગા્ર કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્ર નિયામક ડો. અંબાદાનભાઇ રોહડીયા અને કુલસચિવ ડો. ધિરેનભાઇ પંડયા સહીત યુનિ. ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:31 pm IST)