Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કાલાવડ રોડ પર મોન્ટુએ હાથ પર બ્લેડથી કાપા માર્યા

વિજયપ્લોટમાં પારૂલબેનને પતિએ છરી ઝીંકી

રાજકોટ તા. ૨૦ :  સોરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે અરવિંદભાઇ મણીયાર ચાર માળીયા ક્વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક મોન્ટુ ચંદૂભાઇ રાઠોડ (ઉ.૩૨) નામના યુવાને રાતે કાલાવડ રોડ આત્મીય કોલેજના ગેઇટ પાસે પોતાના બંને હાથ પર બ્લેડથી કાપા મારી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મોન્ટુ એક બહેનથી નાનો અને કુંવારો છે. કોઇ ટેન્શનને કારણે આમ કર્યાનું જણાવાયું હતું. જા કે પોલીસ નિવેદન લેવા પહોચી એ પહેલા તે જતો રહ્યા હતો.

બીજા બનાવમાં વિજયપ્લોટ-૧૫/૨૮ના ખુણે રહેતાં અને કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં પારૂલબેન ધીરજ ચોહાણ (ઉ.૪૨)ને પતિ ધીરજ દેવજીભાઇએ રાતે માથામાં છરી ઝીંકી દેતાં તેણી દોડીને બહાર નીકળતાં પડોશીએ સારવાર માટે હોસ્પિટલે ખસેડતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પારૂલબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ દારૂ પી રોજ ખેલ કરી મારકુટ કરતો હોવાનો અને ગત રાતે પણ ડખ્ખો કરી માથામાં છરી ઝીંકી દીધાનો આક્ષેપ કરાયો હતો.

(4:18 pm IST)