Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સી.આર. પાટીલ વજુભાઈના નિવાસસ્થાને

રાજકોટ : પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ આજરોજ રાજકોટમાં છે ત્યારે તેઓએ આજે બપોરે ૩ વાગ્યે કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળાના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત લીધી હતી. શ્રી પાટીલ અને શ્રી વાળાએ અનેકવિધ મુદ્દે ચર્ચાઓ કરી હોવાની પણ જાણવા મળે છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાજપ અગ્રણી ભરતભાઈ બોઘરા પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:08 pm IST)