Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ટાગોર રોડ પર આરોગ્ય વિભાગની ઝૂંબેશ ર૭ કિલો અખાદ્ય ચીજ-વસ્તુઓનો નાશ

 રાજકોટ : મ.ન.પા.ની આરોગ્ય શાખાએ જાહેર આરોગ્ય હિતાર્થે ટાગોર રોડ તથા અન્ય સ્થળોએ ખાદ્યચીજોની નીચે મુજબની વિગતે ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩ર ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી-અખાદ્ય ખોરાક  કુલ ર૭ કિ. ગ્રા. જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૧ર પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. જેમાં ડોડેરા એગ્ઝ ઝોન વાવડી મવડી ૮૦ રોડ, નોટીસ, સંજરી આમલેટ શગુન ચોકડી, મવડી કણકોટ રોડમાંથી વાસી બ્રેડ ર કિ. ગ્રા. નાશ, અનસ આમલેટ શગુન ચોકડી, મવડી કણકોટ રોડમાંથી વાસી બ્રેડ કિ. ગ્રા. નાશ, ખિરા એગ્ઝ ઝોન નવો ૧પ૦ રીંગ રોડને નોટીસ, સિકન્દર ભુર્જી એંગ નવો ૧પ૦ રીંગ રોડને નોટીસ, ચાચા આમલેટ એન્ડ નોનવેજ કટારીયા ચોકડીને નોટીસ, હાશ ચિકકી ટાગોર રોડને નોટીસ, રાજ મંદિર ફરસાણ ટાગોર રોડને નોટીસ, બોમ્બે વડાપાઉં ટાગોર રોડમાંથી વડા ૬ કિ. ગ્રા. તથા પાઉં ૪૦ નંગ નાશ ત્થા નોટીસ, એસ. આર. કે. લાઇવ પફ ટાગોર રોડમાંથી વાસી સોસ ૩ કિ. ગ્રા. નાશ તથા નોટીસ, ડોમીનોઝ પીજા ટાગોર રોડને સ્ટોરેજ બાબતે નોટીસ, ભારત ફાસ્ટફુડ ટાગોરમાંથી વાસી પાઉં પ૦ નંગ, વાસી પ કિ. ગ્રા. પ્રીપેર્ડ, ફુડ નાશ ત્થા નોટીસ, સ્પીડીતો પીઝા (વિનાયક ફુડ) ટાગોર રોડને નોટીસ, બોમ્બે બેકરી ટાગોર રોડને નોટીસ અને સેમ્પલીંગ કરાયેલ., બજરંગ ડેરી ફાર્મ મેહુલનગર, કોઠારીયા રોડમાં સેમ્પલીંગ કરાયુ હતું. તે વખતની તસ્વીરો. ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ. જેમાં બોમ્બે બેકરી, સદર બજાર મે. રોડ, રાજકોટથી 'બટરસ્કોચ કુકીઝ (લુઝ)' તથા (ર) સ્થળ :- બજરંગ ડેરી ફાર્મ, મેહુલનગર-પ, કોઠારીયા રોડ, રાજકોટ થી 'મિક્ષ દૂધ (લુઝ)' નો નમુનો લીધેલ છે.

(4:07 pm IST)