Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સી.આર. પાટીલ અને નરેશભાઇ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ આજે વજુભાઈ વાળાના નિવાસસ્થાને જઈ મુલાકાત લીધા બાદ તેઓ ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલના નિવાસસ્થાને ગયા હતા. બંને નેતાઓએ બંધબારણે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ પ્રશ્ને ચર્ચાઓ કરી હોવાનું જાણવા મળે છે. બેઠક પૂર્ણ થયા બાદ શ્રી પાટીલ અને શ્રી પટેલ ખુશખુશાલ મુદ્રામાં બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉદયભાઈ કાનગડ અને ભરતભાઈ બોઘરા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત બાદ નરેશભાઇએ કહ્યું હતું કે શ્રી પાટીલ મારે ત્યાં લાગણીથી માત્ર ને માત્ર ચા પીવા જ આવ્યા હોવાનું અને અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ ન હોવાનું તેઓએ જણાવ્યુ હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:05 pm IST)