Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સામાકાંઠે બુલડોઝર ધણધણ્યુઃ સંતકબીર રોડ પર છાપરા-ઓટલાનો કડુસલો

માર્જીન-પાર્કિંગ અને ફુટપાથ પર દુકાનદારોએ કરેલા ગેરકાયદે દબાણો તોડી પડાયાઃ ર૦ સ્થળે પ૦થી વધુ છાપરા ઓટલા દુરઃ ટી.પી.ઓ. સાગઠિયાનાં માર્ગદર્શન હેઠળ સવારથી જ ડિમોલીશન કાર્યવાહી

રાજકોટ તા. ર૦ :.. મ.ન.પા.ની 'વન-ડે-વન રોડ' ઝૂંબેશ હેઠળ આજે સવારથી સામાકાંઠાનાં ગૌરવપથ સમા સંત કબીર રોડ પર માર્જીન-પાર્કિંગ-રસ્તા-ફુટપાથ ઉપરનાં છાપરા-ઓટલા સહિતનાં દબાણો ઉપર ટાઉન પ્લાનીંગ વિભાગે બુલડોઝર ફેરવી દીધુ હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર 'વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં દર સપ્તાહમાં ક્રમશઃ ત્રણેય ઝોનમાં વારાફરતી અલગ અલગ દિવસે એક વોર્ડમાં એક મુખ્ય રોડ પર વિવિધ શાખાઓ દ્વારા ઝુંબેશના સ્વરૂપે રોડને વ્યવસ્થિત રાખવા, ચોખ્ખો રાખવા માટે કામગીરી થશે, જેમાં તા. ૨૦-૧૧-૨૦૨૧ના રોજ ઈસ્ટ ઝોન વિસ્તારના સંતકબીર રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રકચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેકસ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

'વન વીક, વન રોડ' અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૫ અને ૬ માં સમાવિષ્ટ સંત કબીર રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૦ સ્થળોએ થયેલ અંદાજે ૫૦ થી ૫૫ છાપરા તથા ઓટાનું દબાણ દુર કરી અંદાજે ૪૨૫ ચો.મી (૪૫૭૦ ચો. ફૂટ) પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

જેમાં શિવ પાન , ગોકુલ પંચર અને જય માતાજી સાઈકલ સ્ટોર ગોકુલ નગર શેરી નં.૬, સંતકબીર રોડ, રાજકોટ. સિધ્ધિ વિનાયક ભરવાડી વસ્ર ભંડાર, મહાકાળી વાસણ ભંડાર અને સરવૈયા કટપીસ. કનૈયા ટી કોલ્ડ્રીકસ, તનવી ફૂટવેર, જનતા તાવડો, બુટભવાની ફ્લોર મિલ, ગોકુલ નગર શેરી નં.૩, સંતકબીર રોડ, રાજકોટ. મોમાઈ ફરસાણ, બાલાજી હોજીયરી, દ્વારકાધીસ પાન, શ્રી નાથજી વસ્તુ ભંડાર, સંતકબીર રોડ, રાજકોટ. ગોકુલ જનરલ સ્ટોર , ક્રિષ્ના સ્ટોર્સ, સંતકબીર રોડ, રાજકોટ. આકાશ વોશીંગ પાઉડર અને રાજ ચામુંડા સીઝન સ્ટોર, સંતકબીર રોડ, રાજકોટ. ચામુંડા સાઈકલ,ચામુંડા ટેઈલર્સ અને જયોતિ રસડેપો અને જયોતિ વેલ્ડીંગ , સંતકબીર રોડ, જે.કે નમકીન અને સ્વીટ , સંતકબીર રોડ, રાજકોટ. જય મહાકાળી વડાપાઉં , પટેલ વિજય રાજ ફરસાણ સંતકબીર રોડ, રાજકોટ. શિવમ ફાસ્ટ ફૂડ અને શિવમ દાળ પકવાન, સદગુરૂ સાનિધ્ય, સંતકબીર રોડ,  સત્યમ સીઝન સ્ટોર, શકિત ટી સ્ટોલ, કે.ડી. ચોક થી આગળ, સંતકબીર રોડ, રાજકોટ    શુભ ડીલકસ પાન, ન્યુ ગાંધી સોસા.,સંતકબીર રોડ, રાજકોટ લવલી પાન, સંતકબીર રોડ, રાજકોટ. ચામુંડા ફરસાણ, હરી ઓમ એજન્સી અને યસ સ્ટુડિયો, સંતકબીર રોડ, રાજકોટ. ધાવડી પાન, ખોડીયાર ફ્લાવર્સ અને ભગવતી સાડી, સંતકબીર રોડ, રાજકોટ. કિશન ફરસાણ, સંતકબીર રોડ, રાજકોટ. ખોડીયાર પ્રવીઝન સ્ટોર, આનંદ હેર આર્ટ અને કિરણ હેર આર્ટ, સંતકબીર રોડ, રાજકોટ કનૈયા ડિલકસ, ગૌતમ ઈલેકટ્રીક, સંતકબીર રોડ,  ગાત્રાળ ટી. સ્ટોલ અને પિતૃ પાન,રાજા રામ સોસા. સામે, સંતકબીર રોડ, રાજકોટ, અનુપમ પ્લાટીક,મારુતિ સીઝન સ્ટોર અને ક્રિષ્ના ઓટો પાર્ટ, સંતકબીર રોડ, રાજકોટ  વગેરેનો સમાવેશ છે.

આ કામગીરીમાં ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશ્નર સાહેબશ્રી, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાહેબશ્રી, સીટી એન્જીનીયરશ્રી ઇસ્ટ ઝોન તેમજ ઇસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

૬૪ જેટલી પરચુરણ વસ્તુ જપ્ત

સંતકબીર રોડમાં વિવિધ સ્થળે નડતરરૂપ રેકડી-કેબીનો જપ્ત કરવાની કાર્યવાહી જગ્યા રોકાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં ફ્રિઝ તૂટેલું – ૦૧, પ્લાસ્ટીક મુંઢા – ૦૪, કેમ્પર – ૦૫, ઇલેકટ્રીક વજનકાંટો -  ૦૧, સ્ટીલની ટીબ – ૦૧, પાનની કેબીન -૦૧, પાણીનુ કેમ્પર - ૦૧, લાકડાના બાકડા – ૦૫, પાટીયુ – ૦૧, ફોલ્ડીંગ ટેબલ - ૦૧, પાનની કેબીન નાની-૦૧, લાકડાનુ ટેબલ-૦૧, પાણીનુ ટીપણુ - ૦૨, લોખંડનુ ટેબલ -૦૧, બરણી – ૦૧, તપેલા-૦૨, તાવીથો -૦૧, ડોયો-૦૧, પંખી-૦૧, કેબીન-૦૧, લોખંડનો થડો-૦૧, દુધના કેરેટ-૩૦, પાણીપુરીની સ્ટીલની કેબીન-૦૧, સહીત કુલ ૬૪ જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

વેરા વસુલાત શાખા દ્વારા ૩૦ મિલકતોના બાકી વેરા પેટે ૪,૫૦,૮૯૪/- ની વસુલાત કરવામાં આવી હતી જયારે ૧૨૨ મિલકતોનું જીઓ ટેગીંગ કરેલ છે.

(3:06 pm IST)