Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાષ્ટ્રીય સંત પૂ.કમલમુનિજી કમલેશ ઠા.૬ની નિશ્રા

રોયલ પાર્ક ઉપાશ્રયે કાલે ગૌ આધારીત અર્થ વ્યવસ્થા અને ગૌ વિજ્ઞાન અંગે સંમેલન

રાજકોટ,તા. ૨૦ : શ્રમણ સંઘીય જૈન દિવાકર ચૌથમલજી મહારાજ સાહેબની ૧૪૪ મી જન્મજયંતી નિમિતે શ્રમણ સંઘ મંત્રી, ગૌ -રક્ષાનાં હિમાયતી રાષ્ટ્રીયસંત પૂ.કમલમુનિજી કમલેશ ઠા.૬ની પાવનનિશ્રામાં 'ગૌ આધારીત અર્થ વ્યવસ્થા અને ગૌ વિજ્ઞાન' અંગે ગૌશાળા -પાંજરાપોળોના સ્વાવલંબન માટે ''જીવદયા સંમેલન'નું આયોજન કાલે તા. ૨૧ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકેથી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સં, ઉપાશ્રય (૨/૮ રોયલ પાર્ક, કે.કે.વી સર્કલ તથા ઇન્દિરા સર્કલની વચ્ચે) ખાતે કરવામાં આવ્યુ છે. ભારત સરકાર દ્વારા સન્માનીત, ગૌરક્ષા, વ્યસન મુકિત,પર્યાવરણ સર્વધર્મ સદભાવ, અહીંસા તથા રાષ્ટ્રીય એકતાના સજાગ પ્રહરી, ક્રાંતિકારી રાષ્ટ્રસંત કમલમુનિ કમલેશ મહારાજ સાહેબની નિશ્રા પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રસંત કમલમુનિ કમલેશ મહારાજ સાહેબ કાશ્મીરથી કન્યાકુમારી સહિત સમગ્ર ભારતની ૭૦  હજાર કિ.મી.ની પદયત્રા કરીને અત્યારે રાજકોટ ખાતે પધારેલ છે.

આ સંમલેનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, જાહેર જીવનમાં જીવદયાપ્રેમીઓનું પ્રદાન, ગૌ આધારીત સાંસ્કૃતિનુ પુનઃ સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ સહિતના અનેક મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે.

આ સંમલનના મુખ્ય વકતા તરીકે ડો. વલ્લભભાઇ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) ખાસ ઉપસ્થિત રહેશે. આ સંમેલનના મુખ્ય મહેમાનો ડો. પ્રદિપભાઇ ડવ (મેયર) કમલેશભાઇ મીરાણી (પ્રમુખ, શહેર ભાજપ), ડો.દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર), જયોતીન્દ્રમામા મહેતા (સહકારી અગ્રણી), પ્રવિણભાઇ કોઠારી, (પ્રમુખ, ગોંડલ-નવાગઢ જૈન સંઘ), હરેશભાઇ વોરા (પ્રમુખ સ્થાનકવાસી જૈન મોટા સંઘ), જીતુભાઇ દેસાઇ, (પ્રમુખ દાદાવાડી સંઘ), બકુલભાઇ રૂપાણી (રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ), અમીનેષભાઇ રૂપાણી (જૈન શ્રેષ્ઠી), એડવોકેટ કમલેશભાઇ શાહ (જૈન શ્રેષ્ઠી), જીતુભાઇ બેનાણી (જાણીતા બીલ્ડર્સ), વિજયભાઇ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ/ બળદ આશ્રમ, રાજકોટ), ડો. પ્રભુદાસ તન્ના (શ્રીજી ગૌશાળા), રજનીભાઇ પટેલ (સેવભાવી અગ્રણી), ચંદ્રેશભાઇ પટેલ (કિશાન ગૌશાળા), રાકેશ ડાગા (શ્રી અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંઘ -કલકતા)ખાસ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં કલકતાથી અજયકુમાર ડાયા, રોહીત નાહટા, રવિશંકર ગુપ્તા (શ્રી અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંઘ-કલકતા) ખાસ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં વિશેષ સહયોગ મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, ઉતમચંદજી સંચેતી, ચૈન સુખલાલજી સંચેતી, સંપતલાલજી શાંખલા તથા શ્રી અખિલ ભારતીય જૈન દિવાકર વિચાર મંચ (દિલ્હી) શાખાનો મળ્યો છે.

આ સંમેલનની અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રકાંતભાઇ શેઠ (મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯), મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), ડોલરભાઇ કોઠારી (મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩), રમેશભાઇ ઠક્કર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬), ધીરૂભાઇ કાનાબાર (મો. ૯૮૨૫૦ ૭૭૩૦૬), તથા પ્રોજેકટ કમિટીના બીપીનભાઇ પારેખ (૯૮૨૫૪ ૮૦૮૭૫), શૈલેષભાઇ માંઉ (મો.૯૯૭૯ ૬૮૦૦૦), કેતન સંઘવી (મો. ૭૭૭૮૯ ૫૨૪૪૮) જગુભાઇ દોશી, દિલીપભાઇ મહેતા, કેતન શેઠનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:03 pm IST)