Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ,તા. ૨૦: નેગો. ઇન્સ.એકટની કલમ ૧૩૮ મુજબના ગુન્હામાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, શુભમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દરજ્જે... ભાવનાબેન કલ્પેશભાઇ જોષી ધારા ધોરણ મુજબ લાયસન્સ ધરાવે છે અને નયનકુમાર હરસુખલાલ જોષી લક્ષ્મીનગર શેરી નં. ૫, નાનમૌવા મેઇન રોડ, રાજકોટ વાળાને અંગત જરૂરીયાત માટે તથા ધંધાના વિકાસ માટે લોન પેટે રકમની જરૂરીયાત હોય જેથી પેઢી પાસેથી ૨૧ % ના વ્યાજે દરે રૂ. ૨,૦૦,૦૦૦ તા. ૯/૩/૨૦૧૭ના રોજ લીધેલ હતા અને હપ્તાની રકમ ચડત થતા હપ્તા પેટેની રકમનો ચેક રકમ રૂ. ૯૮,૬૮૦ નો ચેક યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા -રાજકોટ શાખાનો લખી આપેલ હતો.

આ ચેક ફરીયાદી ભાવનાબેનએ તેમની બેંક ધી ફેડરલ બેંક લી., રાજકોટ ખાતે વટાવવા નાંખતા 'ફંડસ ઇનસફીસીયન્સ'ના શેર સાથે પરત ફરેલ જે અંગેની અમોના એડવોકેટ મારફત નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસનો કોઇ જવાબ આપેલ નહીં હોવાથી અમોના એડવોકેટ મારફત કોર્ટમાં ધી-નેગો. ઇન્સ. એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા તેના અનુસંધાને ધારાશાસ્ત્રી સીે.બી.તલાટીયાની મુખ્ય દલીલ તથા રજુઆતો તથા વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓમાં પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંતો અંગેની દલીલોને ધ્યાને લઇ કોર્ટએ આરોપી નયનકુમાર હરસુખલાલ જોષીને ૧ -વર્ષ (સાદી કેદ)ની સજાનો તથા વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો. એડવોકેટ તરીકે સી.બી.તલાટીયા તથા કે.પી.મોઢા તથા કનકસિંહ ચૌહાણ રોકાયેલ હતા. 

(2:29 pm IST)