Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

માધાપર પાસે ઓવરબ્રીજ પર ચાલુ ટ્રકમાં આગ લાગી

ટોરસ ટ્રકના વચ્ચેના ટાયર સળગતા ફાયરબ્રિગેડે આગ બુઝાવી

રાજકોટ તા. ૨૦ : માધાપર ચોકડી પાસે આવેલા ઓવરબ્રીજ પર ચાલુ ટોરસ ટ્રકમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી નાખી હતી.

મળતી વિગત મુજબ માધાપર ચોકડીથી મોરબી બાયપાસ ઓવરબ્રીજ ઉપર જઇ રહેલા એક ટોરસ ટ્રકમાં વચ્ચેના વ્હીલમાં આગ લાગતા ટ્રક ચાલક અકબરભાઇએ તાકીદે ટ્રક સાઇડમાં રાખી નીચે ઉતરીને ફાયરબ્રિગેડમાં જાણ કરતા રામાપીર ફાયરબ્રિગેડના ફાયરમેન ભરતભાઇ, સંજયભાઇ તથા બીપીનભાઇ એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ ટ્રકના વચ્ચેના બે વ્હીલમાં લાગી હતી. બ્રીજ ચઢાવતી વખતે વ્હીલ પ્લેટ ગરમ થવાના કારણે ટાયર સળગ્યા હોવાનું ટ્રકના ચાલકે જણાવ્યું હતું.

(2:26 pm IST)