Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સી.આર. પાટીલજી રાજકોટમાં: જાજરમાન સ્વાગત

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓનું ભાજપના આગેવાનો - કાર્યકરો દ્વારા જાજરમાન સ્વાગત કરવામાં આવ્યુ હતું. બેન્ડની સુરાવલી - ઢોલ - નગારા - દેશભકિતના ગીતો સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ભાજપના કાર્યકરો દ્વારા ફૂલોની પાંખડીઓથી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,  ભરતભાઈ બોઘરા, મેયર પ્રદિપ ડવ, ઉદયભાઈ કાનગડ, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કશ્યપભાઈ શુકલ, ધનસુખભાઈ ભંડેરી, જીતુ ભટ્ટ, જીતુ કોઠારી સહિતના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:39 am IST)