Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજકોટમાં ગતરાતે ૧.૮ મી.મી. પાણી પડયું: આજે સવારથી પાંખા વાદળો વચ્ચે ઉઘાડ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે- ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટી વરસી રહી છે. ગઈકાલે સાંજના ફૂંકાતા ઠંડા પવન વચ્ચે રાત્રીના ૯ વાગ્યાથી હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. આશરે ત્રીસેક મિનિટ સુધી એકધારો વરસાદ ચાલુ હતો. હવામાન ખાતામાં ૧.૮ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારથી આકાશમાં છવાયેલા પાંખા વાદળો વચ્ચે સૂર્યનારાયણે દર્શન દીધા છે. આજથી કમોસમી વરસાદના વિસ્તારો અને માત્રામાં ઘટાડો થતો જશે જો કે સોમવાર સુધી માવઠાની સંભાવના રહેલી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

(11:38 am IST)