Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હવે નહીં સાંભળવા મળે 'આકાશવાણી'

વારસો સંગ્રહ કરતી આકાશવાણી હવે પોતે સંગ્રહાલયમાં

રાજકોટ : છેલ્લા કેટલાક સમયથી પોતાના અસ્તિત્વ માટે વલખાં મારી રહેલ ગોરખપુર આકાશવાણી કેન્દ્રના દરવાજા કાયમી માટે બંધ થવાના છે, બુધવારે સાંજે મહાનિદેશાલયના આદેશ મુજબ ગોરખપુર અને જલંધર કેન્દ્રોને સંપૂર્ણ બંધ કરવાના આદેશ થયા છે. ૪૬ વર્ષની આ પરંપરા આખરે આદેશ મુજબ શનિવારે કાયમી માટે બંધ કરવા સ્થાનિક કેન્દ્રએ નિર્ણય લીધો છે.

ઉપરી સત્તાએથી સ્થાનિક કેન્દ્રને જે પરિપત્ર મળ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે ૧૦૦ કિલોવોટ મીડિયમ વેન્ડ ટ્રાન્સમિશન તાત્કાલિક બંધ થવું જોઈએ. ટ્રાન્સમિટના જે કાર્યક્ષમ મશીનો છે તેનો ઉપયોગ મહાનિદેશાલયના ટ્રાન્સમિટર મેન્ટેનન્સ માટે સ્થાનિક વ્યવસ્થા નિર્ણય લઈ શકે છે.

૨૦૧૮થી અહીનું ટ્રાન્સમિશન મોબાઈલ ટ્રાન્સમિશનથી ચાલતું, હકીકતમાં કેન્દ્રના જે મશીન વપરાશમાં હતા તેમાના મોટાભાગના મશીન તેમની આવરદા વટાવી ચૂકયા હતા અને લાંબા સમયથી ટ્રાન્સમિશનમાં તકલીફો ઊભી થતી હતી, આથી ૨૦૧૮થી ટ્રાન્સમિશન માટે મોબાઈલ ટ્રાન્સમીટર દ્વારા ગોરખપુર કેન્દ્રનું પ્રસારણ ચાલતું હતું.

૧૯૭૪માં સ્થાપના

આકાશવાણી ગોરખપુરની સ્થાપના ૨ ઓકટો. ૧૯૭૪માં થયો હતો અને પ્રસારણની પહેલી શરૂઆત ૬ ઓકટો. થઈ હતી. જયારે પ્રથમવાર ૩૦૩.૦૩ મીટર્સ એટલેકે ૯૦૯ કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણી ગોરખપુર કેન્દ્ર ત્યારે આકાશવાણી લખનૌના સિનિયર ઉદઘોષક અરૂણ શ્રીવાસ્તવનો અવાજ હવાના તરંગો સાથે લોકોના કર્ણપટલ સુધી પહોચ્યો હતો. ગોરખપુર સ્ટેશનના ધ્વનિ તરંગો આમતો કાગળ ઉપર ભટહટ સુધીના હતા. પરંતુ ઉત્ત્।ર ભારત સહિત નેપાળ સહિતના વિસ્તારોમાં આકાશવાણીનો અવાજ ગુંજતો હતો.

મેરી અવાઝ હી પહેચાન 'થી'

ગોરખપુરનો સુવર્ણ જમાનો યાદ કરતાં લોકોના માનસપટ પર ઝરોખા અને ઇન્દ્રધનુષ કાર્યક્ર્મ તારી આવે. ગોરખપુરના વરિષ્ઠ ઉદઘોષક સર્વેશ દુબે જણાવે છે કે એ સમયે કાર્યક્ર્મના પત્રો પંજાબ, સિંધ પ્રદેશ ઉપરાંત નેપાળના કેટલાક વિસ્તારો માથી આવતા પત્રોમાં કાર્યક્રમ અંગેના વખાણ અને સરાહના ખૂબ મળતી જે હવે ભૂતકાળ થઈ ગયું.

ભુતપૂર્વ કાર્યક્રમ અધિકારી હસન અબ્બાસ રીઝવી જણાવે છે કે રેડિયોના કેટલાક નાટકો એવા લોકપ્રિય થયા હતા કે આ નાટકોની ડિમાન્ડ છેક ફિઝી, અને મારીશસ જેવા દેશો માથી આવતી. અગાઉ કૃષિ પ્રસારણ સાંભળી ચૂકેલા અધિકારી જણાવે છે મોટાભાગના ખેડૂતો ખેતીવાડી, ગ્રામજગત, ખેતીની વાર્તા, જેવા કાર્યક્રમ સાંભળીને જ પોતાની ખેતીના ઉન્નત પાક લેતા. 'જુગાની' કાર્યક્રમ તો એટલો ફેમસ થયો હતો કે ગોરખપુર કેન્દ્રની ઓળખ બની ચૂકયો હતો. આ ઉપરાંત ગોરખપૂરનો જાજરમાન વારસો મન્ના ડે, કૈફી, ફિરાક, પંડિત જશરાજ, ઉસ્તાદ અહમદ હુસૈન મોહમદ, હુસૈન, તીજબાઈ, ખ્વાજા અહમદ, કિશન મહારાજ જેવા દિગ્ગજ વ્યકિતત્વની મુલાકાતથી બની શકયો હતો.

(3:31 pm IST)
  • શેરબજારમાં પ્રારંભે મોટો ઉછાળો : આજે સવારે શેરબજાર શરૂ થઈ ત્યારે સેન્સેકસમાં સીધો જ ૨૮૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અને આંક ૪૩,૮૮૨ ઉપર પહોંચેલ. જયારે નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૧૨૮૫૦ના આંકે પહોંચી ગઈ હતી. access_time 12:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST

  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST