Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રૂ. દસ - દસ લાખના ચાર ચેક રીટર્ન કેસોમાં આકાશ પ્લાયવુડ એન્ડ હાર્ડવેરના સુરેશભાઇ પટેલ વિરૂધ્ધ અદાલતમાં ફરિયાદો

રાજકોટ તા. ૨૦ : શહેરમાં રાજનગર સોસાયટી, શેરી નં.-૩, નાનામવા મેઈન રોડ પર રહેતા આકાશ પ્લાયવુડ એન્ડ હાર્ડવેરના પ્રોપરાઈટર સુરેશભાઈ બાબુભાઈ પટેલએ ફરીયાદી વીઠલભાઈ દેવરાજભાઈ પટેલ પાસેથી લીધેલ રકમ રૂ.૪૦,૦૦,૦૦૦ પરત કરવા ઈસ્યુ કરી આપેલ દસ-દસ લાખના ચાર ચેકો રીટર્ન થતા ફરીયાદી દ્વારા સુરેશભાઈ બાબુભાઈ પટેલ વિરૂધ્ધ રાજકોટના  એડી.ચીફ જયુડી.મેજી.શ્રીની કોર્ટમાં જુદી જુદી ચાર ફરીયાદો દાખલ કરવામાં આવેલ.

કેસની હકીકત જોઈએ તો, તહોમતદાર સુરેશભાઈ બાબુભાઈ પટેલ રાજનગર સોસાયટી, શેરી નં.-૩, નાનામવા મેઈન રોડ, રાજકોટમા રહેતા હોય અને આકાશ પ્લાયવુડ એન્ડ હાર્ડવેરના નામે ધંધો કરતા હોય અને આકાશ પ્લાયવુડ એન્ડ હાર્ડવેરનો ધંધો સમગ્ર રાજકોટ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં ફેલાયેલ હોય અને ખુબ જ મોટું નામ હોય તહોમતદારોના કહેવા મુજબ ધંધાનો ગમે તેટલો વ્યાપ વધારીએ તો પણ ઓછો પડતો જાય છે અને પ્લાયવુડ તથા હાડવેરના ધંધામા નફાનુ ધોરણ ખુબ જ સારૂ હોય તેવુ તહોમતદારે ફરૌીયાદોને જણાવેલ ઉપરાંત જણાવેલ કે એફ.ડી. ઉપર બેંક જે વ્યાજ આપે છે તેનાથી એનેક ગણુ સારૂ વળતર અમારા ધંધામાં હોય અને ધંધામાં મુડીની સતત ઘટ રહેતી હોય જેથી તમારા હાથ પર હોય તે અને એફ.ડી. કરાવેલ હોય તે તોડાવી મને રકમ આપશો તો તમારી પેન્શન લાઈફ સેટ થઈ શકે તે રીતે પેન્શન સ્વરૂપે બેંકથી પણ સારૂ વળતર આપીશ જેથી તમારો આજીવિકાની મરણ મુડી એમને એમ પડી રહે અને વળતર સ્વરૂપી વ્યાજની રકમમાથી તમારો ગુજારો ચાલી શકે તેવા પ્રકારની તહોમતદારોની વેપારી તરીકેની આવડત, કુનેહથી શબ્દોની માયાજાળમા ફરીયાદીને ફસાવી ફરીયાદો વીઠાલભાઈ પટેલ પાસેથી રકમ રૂમ.૪૦,૦૦,૦૦૦ મેળવી તે સબંધે પ્રોમીસરી નોટ લખી આપી તે રકમ પરત કરવા તહોમતદારે તેઓની બેન્કના દસ-દસ લાખના ચાર ચેકો ફરીયાદી જોગ ઈસ્યુ કરી આપી, સહી કરી આપી, ચેકો સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે, સદર ચેકો ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેકો રીટર્ન થશે નહી અને ચેકો સ્વીકારાય જશે, ફરીયાદીની લેણી રકમ વસુલાઈ જશે, તેવા આરોપીના શબ્દો ૫૨ ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેકો બેંકમાં રજુ કરતા ચેકો સ્વીકારાયેલ નહી અને ચેકો રીટર્ન થતા તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદ ઈરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આકાશ પ્લાયવુડના માલીક આરોપી સુરેશભાઈ બાબુભાઈ પટેલ વિરૂધ્ધ ચારેય ચેકો રીટર્ન સબંધે અદાલતમાં જુદી જુદી ચાર ફરીયાદો દાખલ કરવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી વીઠલભાઈ પટેલ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવી ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(2:48 pm IST)
  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST

  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST

  • આંધ્રમાં 25 સ્થળોએ સીબીઆઈ ત્રાટકી:આંધ્ર પ્રદેશમાં સીબીઆઈએ ૨૫ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે access_time 11:12 pm IST