Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

શહેર ભાજપ દ્વારા મંડલ પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત બેઠકઃ નવી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સહીતના આગામી કાર્યક્રમો માર્ગદર્શન

રાજકોટઃ નુતન વર્ષના પ્રારંભે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગની યોજના હેઠળ પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આગામી સમયમાં મંડલ સ્તરના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા આગામી તા. ર૭ નવેમ્બરથી તા. ર૬ ડીસેમ્બર દરમ્યાન શહેરના તમામ વોર્ડમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય તેની પૂર્વતૈયારીના ભાગરૂપે અને નવી મતદાર યાદી સુધારા અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની બેઠકમાં આયોજન કરવામાં આવેલ. આ બેઠકનું સંચાલન જીતુભાઇ કોઠારીએ કરેલ. સાંધિક ગીત અતુલ પંડિતે કરાવેલ. બેઠકની શરૂઆતમાં કોરોનામાં દિવંગત થયેલ કાર્યકર્તાઓને શ્રધ્ધાંજલી આપતા બે મીનીટનું મૌન પળાયું હતું. આ બેઠકમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતિ આપી હતી. ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે અત્યારથી જ કાર્યકર્તાઓને બુથમાં સક્રિય થવા અંગે આહવાન કર્યું હતું. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ પણ કાર્યકર્તાઓને નુતન વર્ષની શુભેચ્છા પાઠવી આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૭ર કમળ ભવ્ય લીડથી ચૂંટાય તે અંગે બુથસમિતિથી લઇ માઇક્રોપ્લાનીંગ સુધીની વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે મેયર બીનાબેન આચાર્યએ પણ શુભેચ્છા પાઠવી માર્ગદર્શન પુરૂ પાડેલ. બેઠકમાં અંતમાં આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી. આ બેઠકમાં કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા સહીતના સાથે દરેક વોર્ડમાંથી અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસિથત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, નિતીન ભુત, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, તેમજ કાર્યાલય પરીવારના રમેશભાઇ જોટાંગીયા, પંકજભાઇ ભાડેશીયા, ચેતન રાવલ, રાજન ઠકકર, વિજય મેર, રાજ ધામેલીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:44 pm IST)
  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST