Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હુડકો આશાપુરાનગરમાં ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૩૮૪ બોટલ દારૂ સાથે બે પકડાયા

ભાવેશ ઉર્ફે કચ્છો અને વિનસ ભગતની ધરપકડઃ રવિરાજસિંહ ઉર્ફે બાપુડીની શોધખોળ

રાજકોટ, તા., ૨૦: શહેરના હુડકો ફાયર બ્રીગેડ સામે આશાપુરાનગરમાં ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૮૪ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી રવી મોહન સૈની, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાએ સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી તથા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી તથા પીએસ જેબલીયા, હેડ કોન્સ. મહિપાલસિંહ, ચેતનસિંહ, રઘુવીરસિંહ, વિરેન્દ્રસિંહ, કુલદીપસિંહ, રણજીતસિંહ, વિક્રમભાઇ તથા ભાવેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મહિપાલસિંહ અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે હુડકો ફાયર બ્રીગેડ સામે આશાપુરાનગર શેરી નં. ૧૧ માં દરોડો પાડી રૂ. ૧,પપ,૮૦૦ની કિંમતની દારૂની ૩૮૪ બોટલ સાથે ભાવેશ ઉર્ફે કચ્છો ધીરૂભાઇ જાદવ (રહે. આશાપુરા નગર-૧) તથા વિનસ દિલીપભાઇ ભગત (રહે. હુડકો કવાટર બી-રર૦)ને પકડી લીધા હતા. જયારે તીરૂપતી સોસાયટીનો રવિરાજસિંહ ઉર્ફે બાપુડી મહીપતસિંહ જાડેજા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(4:18 pm IST)