Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રૂ. ચાર લાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૦ :.. રાજકોટના રહીશ વિશાલ હસમુખભાઇ કોટડીયાએ રાજકોટના રહિશ નવતમ વિરજીભાઇ દુબરીયા વિરૂધ્ધ રાજકોટની અદાલત સમક્ષ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રૂ. ૪,૦૦,૦૦૦ ના ચેક રીટર્ન બારાની ફરીયાદ ગુજારતા રાજકોટની અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકેલ છે.

આ કેસની હકિકત એવી છે કે આ કામમાં ફરીયાદીએ આરોપી નવતમ વિરજીભાઇ દૂબરીયાને હાથ ઉછીની રકમ રૂ. ૪,૦૦,૦૦૦ આપેલ હતા તેવી ખોટી હકિકતો વાળી ફરીયાદ કરેલ હતી.

ફરીયાદીએ રાજકોટ કોર્ટ સમક્ષ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રૂ. ૪,૦૦,૦૦૦ ના ચેક રીટર્ન ફરીયાદ ગુજારતા આ કામમાં આરોપી તરફે કોર્ટમાં કરવામાં આવેલ દલીલો માન્ય રાખી તેમજ વડી અદાલતનોના જજમેન્ટોને અનુસરી આરોપીને અદાલતે નિર્દોષ છોડી મુકેલ હતાં.

આ કામે અરોપી વતી રાજકોટના એડવોકેટ શ્રી અનિલ બી. ડાકા, રૂપા ડી. ભાયાણી, પરેશ એમ. મૈયડ, તરંગ બાલધા, અને સોહિલ રામાણી રોકાયેલ હતાં.

(3:53 pm IST)