Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઇમ્પોર્ટ એકસપોર્ટના ધંધાર્થી વિરૂધ્ધ સાડા છ લાખના ચેક રિટર્નની ફરીયાદ

રાજકોટ તા. ર૦ :.. એડી. ચીફ. જયુડી. મેજી. સાહેબ શ્રી આર. બી. ગઢવીએ ભરત શંભુભાઇ સોલંકી ફરીયાદ ઉપરથી ઇમ્પોર્ટ એકસપોર્ટનું કામકાજ કરતા પ્રકાશભાઇ અશોકભાઇ પીપળીયા વિરૂધ્ધ રૂપિયા ૬.પ લાખની ચેક રીર્ટનની ફરીયાદ અનુસંધાને આરોપીને કોર્ટમાં હાજર રહેવાનુ સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ બનાવની ટૂંક હકિકત એવી છે કે રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલ રત્નદીપ સોસાયટી વિસ્તારમાં રહેતા અને એલ. આઇ. સી. એજન્ટનું કામકામજ કરતા ભરતભાઇ શંભુભાઇ સોલંકીએ ફુલછાબ ચોક વિસ્તારમાં આવેલ સ્ટાર પ્લાઝા બીલ્ડીંગમાં ઓફીસ ધરાવતા અને ઇમ્પોર્ટ એકસપોર્ટનું કામકાજ કરતા પ્રકાશભાઇ અશોકભાઇ પીપળીયા વિરૂધ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ચેક રીર્ટનની ફરીયાદ નોંધાવેલ છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી અશોકભાઇ પીપળીયાએ ફરીયાદી પાસેથી પોતાના ધંધાના વિકાસ અર્થે રૂ. ૬.પ લાખ હાથ ઉછીના મીત્રતા અને સંબંધના દાવે લીધેલ હતા જે રકમ રૂ. ૬પ૦૦૦૦ પરત ચુકવવા માટે ફરીયાદીને તેના બેંક એકાઉન્ટનો ચેક આપેલ હતો જે ચેક બેન્કમાં જમા કરાવતા ચેક વગર ચુકવણે અપુરતા ભંડોળને કારણે પરત ફરેલ હતો જેથી ફરીયાદીએ તેમના વકીલ શ્રી મારફત આરોપીને ચેક રીર્ટન અંગેની નોટીસ આપેલ જે નોટીસનો સમયગાળો પુર્ણ થતા ફરીયાદીએ તેમના વકીલશ્રી સંજય એચ. પંડિત મારફત કોર્ટમાં ચેક રીર્ટન અંગેની ફરીયાદ કરતા એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી આર. બી. ગઢીયાએ આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે. આ કામે  ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ છે.

(3:52 pm IST)