Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કંકુ છાંટી લખી કંકોત્રી... વહાલુડીના વિવાહ અવસરના શ્રીગણેશ : રર કન્યાઓ ભાવવિભોર

કિરીટભાઇ પટેલ અને વસંતભાઇ ગદેશા પરિવાર યજમાન : 'દીકરાના ઘર'નું આયોજન

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજીત વહાલુડીના વિવાહ પ્રસંગની કંકોત્રી લખવાનો કાર્યક્રમ કરણ પાર્ટી પ્લોટ ખાતે યજમાન પટેલ અને ગદેશા પરિવાર દ્વારા મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ર૦ : 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ દ્વારા ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પિતાની છત્રછાયા વિહોણી ગરીબ પરિવાર જરૂરીયાતમંદ રર દીકરાઓના જાજરમાન લગ્નોત્સવ 'વહાલુડીના વિવાહ-ર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ માણવા જેવા લગ્નોત્સવની શુભ રજુઆત હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ લગ્ન લખવાની અને કંકોત્રી લવાના પ્રસંગથી કરવામાં આવી હતી. શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર, મોઢવણિક પરિવારના શ્રી કિરીટભાઇ પટેલ તથા જાણીતા વેપારી, રઘુવંશી અગ્રણી શ્રી વસંતભાઇ ગદેશાના યજમાન પદે કાલાવડ રોડ સ્થિત કરણ પાર્ટી પ્લોટ ખાતે ખૂબજ મોભાદાર રીતે યોજાયેલ. આ કાર્યક્રમમાં શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત શહેર શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી આ પ્રસંગની સાક્ષી બન્યા હતા.

આ પ્રસગની માહિતી આપતા સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા તથા મુકેશ દોશીએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્નોત્સવ એ એક દિવસનો પ્રસંગ નથી, પરંતુ ક્રમશઃ આવતા માણવા જેવા અનેક પ્રસંગોની હારમાળા છે અને આવા બધા પ્રસંગોમાંથી સૌ પ્રથમ લગ્ન લખવા અને કંકોત્રી લખવાના પ્રસંગથી લગ્નોત્સવની શુભ શરૂઆત થાય છે.

કાલાવડ રોડ સ્થિત કરણ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં ઠાકોરજીના અન્નકુટના શણગારની સાક્ષીએ આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. હાથમાં ઝગમગતા દીવડાઓ સાથેના શણગારથી સજજ રર વહાલડીઓ પર થતી ગુલાબની પાંદડીઓની વર્ષોથી જાજરમાન એન્ટ્રી સાથે આ પ્રસંગની શુભ અરૂઆત કરવામાં આવી હતી. પ્રસંગોચિત સુમધુર ગીતની સુરાવલીઓ તથા લગ્નોત્સવના પ્રધાનાચાર્ય શાસ્ત્રીશ્રી કમલેશભાઇના વેદોકત મંત્રોચ્ચારના ઉચ્ચારણોથી પ્રસંગનું વાતાવરણ આહલાદક બની રહ્યું હતું. આ ઉપરાંત યજમાન પરિવાર શ્રી ગોપીભાઇ પટેલની સુપુત્રી ચિ. આશાના એ દીકરી અને પિતાના વ્હાલને ચરિતાર્થ કરતું નૃત્ય રજુ કરી ઉપસ્થિત મહેમાનોની આંખના ખૂણાઓ આંસુની ઝાકળોથી ભીજવી દીધા હતા. આ ઉપરાંત ઉન્નતિબેન ગાંગાણી, વંદનાબેન જીવાણી તથા શ્રુતિબેન પટેલના ડાન્સ ગ્રુપ દ્વારા પણ દીકરીનો લાગણીનો મહિલા રજુ કરતો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના સુનિલ વોરા, નલીન તન્ના તથા અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે લગ્ન લખવાના અને કંકોત્રી લખવાના પ્રસંગ માટે રર દીકરીઓ તથા તેમના પરિવારજનો વહેલી સવારથી જ રાજકોટ આવી ગયા હતા. તેમની સવારથી સાંજ સુધીની રહેવા તથા જમવા સહિતની તમામ સુવિધાની વ્યવસ્થા દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા ખાતે કરવામાં આવી હતી. જયાંથી સંસ્થાની મહિલા ટીમના બહેનોએ રર દિકરીઓને તૈયાર કરી શણગાર સજાવી પ્રસંગના સ્થળ સુધી બસમાં લાવવા લઇ જવાની વ્યવસ્થા સંભાળી હતી. આ મહિલા ટીમમાં મુખ્યત્વે ફાલ્ગુનીબેન કલ્યાણ, રાધીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પના દોશી, પ્રીતી વોરા, પ્રીતી તન્ના, કિરણબેન વડગામા, અલ્કા પારેખ, રૂપા વોરા, હિરલ જાની, અરૂણાબેન વેકરીયા, મૌસમી કલ્યાણી, સોનલબેન જીવાણી, સહિતનાઓએ કરી હતી.

આ પવિત્ર પ્રસંગમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેવાણી સહિતના માર્ગદર્શક ટીમ વિઠલભાઇ ઘડુક, મનીષભાઇ માદેકા, મુકેશભાઇ શેઠ, હરીશભાલ લાખાણી, રાજેશભાઇ કાલરીયા, ભાવેશભાઇ પટેલ, ડી.વી. મહેતા, મેહુલભાઇ રૂપાણી, અમિનેશ રૂપાણી, પરેશભાઇ ગજેરા, પ્રશાંતભાઇ લોટીયા, અમિતભાઇ ભાણવડીયા, સર્વાનંદભાઇ સોનવાણી, મહેશભાઇ જોશી, ડો. મયંકર ઠકકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરાંત રાજકોટ શહેરના કાર્યકરી મેયરશ્રી અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય લીલતભાઇ કગથરા, ગૌસેવા આયોગના વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા તેમજ બાવનજીભાઇ મેતલીયા તથા કોંગ્રેસ અગ્રણી દિનેશ ચોવટીયા સહિતના અગણિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

લગ્નની કંકોત્રી લખવાના આ દૈદિપ્યમાન પ્રસંગનું સંપૂર્ણ આયોજન કિરીટભાઇ પટેલ, ગીતાબેન કે. પટેલ, ગોપીભાઇ પટેલ તથા અમિતભાઇ પટેલ તેમજ રઘુવંશી સમાજના અગ્રણી વસંતભાઇ ગદેશા, ભાવનાબેન ગદેશા તથા ચિરાગભાઇ ગદેશાના સમગ્ર પરિવારના યજમાનપદે યોજવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરજીનો પ૬ ભોગનો પ૬ ભોગનો અન્નકુટ દર્શન તથા સુશોભીત સ્ટેજ અને કલાત્મક ડેકોરેશન સાથેની સંપૂર્ણ વ્યવસ્થા તથા સ્વરૂચી ભોજનની પણ વ્યવસ્થા જોઇ આમંત્રીત મહેમાનો આનંદિત થઇ ઉઠયા હતા.

ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, ધીરૂભાઇ રોકડ તથા ડો. નિદત બારોટ, હસુભાઇ રાચ્છની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમને દીપાવવા દીકરાનું ઘર પરિવારના મુકેશ દોશીના નેતૃત્વમાં અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજા, ઉપેનભાઇ મોદી,  હેમલભાઇ મોદી, સુનિલભાઇ મહેતા, હસુભાઇ રાચ્છ, હરદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ હાપલીયા, રાકેશભાઇ ભાલાળા, શૈલેષભાઇ જાની, ગૌરાંગભાઇ ઠકકર તથા અશ્વિનભાઇ પટેલ, દોલતભાઇ ગદેશા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, હરેશભાઇ મહેતા, આશિષ વોરા, હાર્દિક દોશી, ડો. પ્રતિક મહેતા, શૈલેષ દવે સહિતના સમર્પણ ટીમના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)
  • રાજયસભામાં શિવસેનાના બોલકા સાંસદ સંજય રાઉતને સૌથી છેલ્લી ''રો''માં બેસાડયા : ભાજપ સાથે છેડો ફાટયા પછીની નવી વ્યવસ્થા !! access_time 1:01 pm IST

  • ગાંધી પરિવારની સુરક્ષા પર સંસદમાં ધમાલઃ ભાજપ - કોંગ્રેસના સાંસદો આમને - સામને access_time 1:02 pm IST

  • રિલાયન્સ જીઓએ આજે જાહેર કર્યું છે કે આગામી થોડા અઠવાડિયામાં જ મોબાઈલ ફોનના દરોમાં વધારો કરશે access_time 9:59 pm IST