Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૩૫૦ બ્રહ્મપરિવારોને મા વાત્સલ્ય કાર્ડ વિતરણ : ભૂદેવ સેવા સમિતિનું આયોજન

રાજકોટ : છેલ્લા બાર વર્ષથી કાર્ય કરતી સંસ્થા ભૂદેવ સેવા સમિતિ દ્વારા બ્રહ્મસમાજના જરૂરીયાતમંદ પરીવારોને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી મા વાત્સલ્ય કાર્ડમાં વાત્સલ્ય કાર્ડનો કેમ્પ બ્રહ્મપુરી ખાતે રાખવામાં આવેલ હતો. દિપ પ્રાગટ્ય ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કમલેશભાઈ મીરાણી (પ્રમુખ, શહેર ભાજપ), દલસુખભાઈ જાગાણી (નેતા શાસક પક્ષ, મ્યુનિ. કોર્પોરેશન), અજયભાઈ પરમાર (દંડક, રા.મ્યુ.કો.), જીતુભાઈ કોઠારી (મહામંત્રી, શહેર ભાજપ) મીનાબેન પારેખ (કોર્પોરેટર - વોર્ડ નં.૭), અનિલભાઈ પારેખ, (કોષાધ્યક્ષ, શહેર ભાજપ), હરેશભાઈ જોષી (શહેર ભાજપ કાર્યાલય મંત્રી), જયંતભાઈ ઠાકર, (રા.મ્યુ.કો. ભાજપ કાર્યાલય મંત્રી), જીતુભાઈ સેલારા (પ્રમુખ વોર્ડ નં.૭), કીરીટભાઈ ગોહેલ (મહામંત્રી, વોર્ડ નં.૭) તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન મનુભાઈ ઉપાધ્યાય (ટ્રસ્ટી બ્રહ્મપુરી), જર્નાદનભાઈ આચાર્ય (પૂર્વ પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ), મહેશભાઈ ત્રિવેદી (પ્રમુખ, ઔદિચ્ય ઝાલાવડ સતર તાલુકા), શીરીષભાઈ ભટ્ટ (પ્રમુખ, ગુજ.માળવીય શ્રીગોળ બ્રહ્મસમાજ), સુરેશભાઈ રાવલ, મહેન્દ્રભાઈ રાવલ, લલીતભાઈ રાવલ, પરાગભાઈ ભટ્ટ, ધર્મેશભાઈપંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત વિધિ અને કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીએ કરેલ તથા આભારવિધિ ભૂદેવ ટાઈમ્સના સંપાદક દિલીપભાઈ જાનીએ કરેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ વિભાગના ડો.વિશાણી, શ્રી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ ઉપાધ્યાય, નિરજ ભટ્ટ, વિમલ અધ્યારૂ, વિશાલ ઠાકર, ચિરાગ ઠાકર, જયોતીન્દ્રભાઈ પંડ્યા, માનવ વ્યાસ, પરાગ મહેતા, રાજ દવે, ભરતભાઈ દવે, જયદીપ ત્રિવેદી, યજ્ઞેશ ભટ્ટએ જહેમત ઉઠાવી હતી.

(3:47 pm IST)
  • ૪ વર્ષથી મોટા બાળકો માટે પણ હેલ્મેટ ફરજીયાત : કેરળ હાઇકોર્ટ : કોચી : કેરળ હાઇકોર્ટે ટુ વ્હીલર ચાલકોની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો જેમાં ૪ વર્ષથી વધુ ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે. કોર્ટે રાજય સરકારને નવા નિયમો અંગે લોકોને જાણ કરવા નોટીસ આપવા તથા હોર્ડીંગ લગાવવાનો આદેશ આપ્યો access_time 11:47 am IST

  • પાકિસ્તાનમાં ઇમરાન સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ : પ્રાઈમ મિનિસ્ટરના રાજીનામાં માટે આંદોલન ચલાવી રહેલા જમિયત ઉલેમા એ ઇસ્લામના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાનની ભવિષ્યવાણી access_time 12:18 pm IST

  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST