Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઈવેન્ટ મેનેજમેન્ટના ધંધાર્થીએ મિત્રતાના દાવે રોકડ મેળવ્યા બાદ પરત કરવા આપેલ ચેક ડીસઓનર થતા ફોજદારી ફરીયાદ

રાજકોટ : શહેરમાં રહેતા હિતેશ પ્રવિણચંદ્ર દોશી, ઠે. 'પારસ', ૩૦- ન્યુ જાગનાથ આનંદ મકાનની બાજુમાં, હોટેલ ઈમ્પીરીયલ પેલેસની પાછળ, રાજકોટવાળા સામે રૂ.૬૫ હજારનો ચેક ડિસઓનર થતા રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી જયભારત આર. ધામેચા રાજકોટમાં રહે છે. જયારે આ કામના તહોમતદાર થીમ્સ એન્ડ ડ્રીમ્સ ઈવેન્ટના નામે ઈવેન્ટ મેનેજમેન્ટનો ધંધો કરે છે. તહોમતદારે મિત્રતાના દાવે ટૂંક સમય માટે અંગત ઉપયોગમાં લેવા હાથ ઉછીની રકમ માંગતા, ફરીયાદીએ તહોમતદારને મે ૨૦૧૯માં રૂ.૬૫,૦૦૦ આપેલ છે. તહોમતદારનો પ્રથમથી જ જાણે છેતરવાનો અને ઠગાઈ કરવાનો ઈરાદો હોય તે રીતે ફરીયાદીની તરફેણમાં વિજય કોમર્શીયલ કો.ઓ. બેંક લી., સદર બજાર, રાજકોટ મુકામે આવેલી બેન્કનો ચેક નં. ૦૨૮૪૧૧, રૂ.૬૫ હજારનો ચેક તેમાં તહોમતદાર હિતેશ પ્રવિણચંદ્ર દોશીએ સહી કરી ફરીયાદીને સોંપી આપેલ. સદરહુ ચેક તહોમતદારની સુચના અનુસાર ફરીયાદીએ વસૂલવા તેમના બેન્ક એકાઉન્ટમાં રજૂ રાખતા, સદરહુ ચેક 'ફંડસ ઈન્સ્ફીશીયન્ટ'ના કારણોસર તા.૩૧-૮-૨૦૧૯ના રોજ ડીસઓનર થયેલ છે. વગર સ્વીકારાયે પરત ફરેલ છે.

જેથી તહોમતદારને નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરી, ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ. સદરહુ નોટીસ તહોમતદારને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતા નોટીસ પીરીયડમાં કે આજ દિવસ સુધી ડીસઓનર થયેલ ચેકની રકમ ચૂકવેલ ન હોય, રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવા ફરજ પડેલ છે. ફરીયાદની વિગત ધ્યાને લઈ નામદાર કોર્ટએ આરોપીને આગામી મુદ્દતે હાજર થવા સમન્સ ઈસ્યુ કરવા હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત ફરીયાદમાં ફરીયાદી જયભારત આર. ધામેચા વતી રાજદીપ દાસાણી એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(3:44 pm IST)