Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વોર્ડ નં. ૧૦માં વૃંદાવન સોસાયટીમાં પેવર રોડ નું ખાતમુર્હૂત

રાજકોટ : અહીંના વોર્ડ નં. ૧૦ના ભાજપના કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં કાલાવડ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં પેવર રોડનું ખાતમુહૂર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, ભાજપ અગ્રણી નિરૂભા વાઘેલા, પ્રવિણસિંહ જાડેજા, વૃંદાવન સોસાયટીના ગોવિંદભાઇ ગોહેલ, વિપુલભાઇ પટેલ, હિતેષ વેકરીયા, વજુભાઇ ડાંગર, ભૂપતભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)