Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દક્ષિણ મામલતદાર કચેરીમાં બધુ ધોળું: સીટી પ્રાંત-૧ કચેરીની પણ લાપરવાહી : વીજીલન્સ ટીમનો કલેકટરને ધગધગતો રીપોર્ટ

વૃદ્ધ-વિધૂર-નિરાધાર સહાય અંગે કોઇ મોનીટરીંગ નથીઃ એક ટેબલથી બીજા ટેબલની તપાસમાં કોરી અરજી જતી હોવાનો ધડાકો : જપ્તી વોરંટમાં શૂન્યાવકાશઃ૩ વર્ષમાં એકપણ દબાણ અંગે નોટીસ નહીઃ સરકારને ૮ થી ૧૦ કરોડનું નુકશાન : રેમ્યા મોહન ચોંકી ઉઠયા....

રાજકોટ તા. ર૦ : તાજેતરમાં રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને સરકારની સીધી સૂચના બાદ એક મામલતદાર અને પ નાયબ મામલતદાર સહિત કુલ ૬ અધિકારીઓની વીજીલન્સ કમીટી બનાવી શહેર-જીલ્લાની દરેક પ્રાંત અને મામલતદાર કચેરીની તમામ બાબતે તપાસ કરવા આદેશ કર્યો હતો.

ઉપરોકત કમીટીએ દક્ષિણ મામલતદાર કચેરી સાથે તપાસનો પ્રારંભ કર્યો અને બધુ ધોળુ હોય તેમ કચેરીની અનેક ગંભીર પ્રકારની ક્ષતિઓ બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે.

વીજીલન્સ ટીમની તપાસમાં વૃદ્ધ નિરાધાર સહાયમાં બે માસથી ૯૧ અરજી પેન્ડીંગ હોવાનું તો નિરાધાર વિધવા સહાયની અધધધ ૬ર૧ અરજી પેન્ટીંગ હોવાનું ખૂલ્યું છ.ે

સહાયનું કોઇ મોનીટરીગ જ ન હોય તેમ તપાસનીસ ટીમને જણાયું છે , એટલું જ નહી તલાટીને તપાસમાં મોકલવામાં પણ જે તે અધિકારીએ ૧પદિ' નો સમય લીધો હોય તેવી ૩પ ટકા અરજી પેન્ડીંગ છે, અરે ધડાકો તો એવો થયો છે કે, અક ટેબલથી બીજા ટેબલની તપાસમાં અરજીઓ કોરી જાય છે, કોઇ રીમાર્ક જ નહીં બોલો !!

તપાસમાં એવુ પણ બહાર આવ્યું છે કે ૭૦ ટકા અરજી તપાસ માટે ૮ દિ' સૂધી મોકલવામાં આવતી નથી, વીજીલન્સ કમિટીએ આને ગંભીર બાબત ગણી છ.ે

વીજીલન્સ મામલતદારે કલેકટરને ધગધગતો રીપોર્ટ કરતા શ્રી રેમ્યા મોહન ચોંકી ઉઠયા છ.ે દક્ષિણ મામલતદાર કચેરીએ એક પણ જપ્તી વોરંટ નહી મોકલ્યાનું કે આ વિસ્તારમાં સંખ્યા બંધ દબાણો હોવા છતા એક પણ નોટીસ પણ આપી નહી હોવાનું ખુલ્યું છે, તે ઉપરાંત જમીન જાણવણીનું રજીસ્ટર કે રેકર્ડ જાણવણી નહિ હોવાનું પણ ખુલ્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે બીનખેતી સરતભંગના દક્ષિણ મામલતદાર કચેરી વિસ્તારમા સૌથી વધુ કેસો છે, અંદાજે ૧ હજાર જેટલા કીલોમાંથી એક પણ દંડ થયો નથી સરકારને ૮ થી ૧૦ કરોડનું નુકશાન થયાનો રીપોર્ટ છ.ે

અત્રે એ નોંધનીય છે કે વીજીલસ્ ટીમે દક્ષિણ મામલતદાર કચેરી સીટીપ્રાંત-૧ કચેરી હેઠળ આવતી હોવાનું જણાવી આ લાપરવાહી અંગે સીટી પ્રાંત-૧ કચેરીથી પણ જવાબદારી હોવાનું અને એકપણ મોનીટરીંગ નહિ થયાનું પણ કલેકટરને સોંપાયેલ રીપોર્ટમાં ઉમેરાયું છે રીપોર્ટે ખળભળાટ મચાવ્યો છે.

(3:36 pm IST)