Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હવે રાજકોટમાં પણ ઝોમેટોનો ડિલિવરી બોય દારૂની બોટલો સાથે ઝડપાયોઃ પોરબંદરના મિલનની ધરપકડ

બારડોલીમાં ફૂડ ડિલિવર કરતી કંપનીમાં કામ કરતાં યુવાનો દારૂ સપ્લાય કરતાં હોવાનું ખુલ્યા બાદ : યુનિવર્સિટી પોલીસે ગોપાલ ચોક અક્ષર સ્કૂલ પાસેથી ઝોમેટો બેગમાં રાખેલી દારૂની બોટલો સાથે દબોચ્યો : મુકેશ ડાંગર-નિર્મલસિંહ ઝાલાની બાતમી પરથી કાર્યવાહી : સાત વર્ષ પહેલા પોરબંદર પોલીસે દારૂના ગુનામાં પકડ્યો'તોઃ બે માસથી રાજકોટ રહેવા આવ્યો છેઃ ફૂડ ડિલીવરીના ઓર્ડર ન હોય ત્યારે પરિચીતોનો સંપર્ક કરી બાટલીઓ વેંચતોઃ સપ્લાયર તરીકે સામા કાંઠાના શખ્સનું નામ ખુલ્યું

રાજકોટ તા. ં૨૦: ગયા અઠવાડીયે બારડોલી નગરમાં જાણીતી ફૂડ ડિલીવરી કંપનીઓના કર્મચારી યુવાનો ફૂડના પાર્સલ પહોંચાડવાની સાથો સાથ દારૂની બોટલો પહોંચાડતા હોવાનો પર્દાફાશ થતાં બારડોલી પોલીસે ગુનો નોંધી બે ડિલિવરી બોય તથા બુટલેગર સામે કાર્યવાહી કરી હતી. ત્યાં હવે રાજકોટમાં ઝોમેટો ફૂડ ડિલિવરી કંપનીનો કર્મચારી મુળ પોરબંદરનો અને હાલ રાજકોટ રહેતો મેર શખ્સ બાઇક પર ઝોમેટોના બોકસમાં દારૂની ૬ બોટલો સાથે ઝડપાઇ જતાં ચર્ચા જાગી છે.

યુનિવર્સિટી પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મુકેશભાઇ ડાંગર અને નિર્મળસિંહ ઝાલાને બાતમી મળી હતી કે પલ્સર બાઇક નં. જીજે૨૫એચ-૬૦૦૦માં ઝોમેટો બેગ રાખીને ફરતો મુળ પોરબંદરનો શખ્સ આ બેગમાં ફૂડના પાર્સલને બદલે દારૂની બોટલો રાખીને ફરી રહ્યો છે અને ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી પસાર થવાનો છે. આ બાતમીને આધારે ટીમે વોચ રાખતાં બાતમી મુજબનો શખ્સ નીકળતાં તેને અટકાવી તેની પાસેની ઝોમેટો બેગની તલાશી લેતાં અંદરથી રૂ. ૨૧૦૦નો ૬ બોટલ દારૂ મળતાં પોલીસ ચોંકી ગઇ હતી.

ઝડપાયેલા શખ્સે પુછતાછમાં પોતાનું નામ મિલન લક્ષમણભાઇ ગરેજા (મેર) (ઉ.વ.૨૮-રહે. હાલ કિડવાઇ નગર શેરી નં. ૧૦ બંધ શેરી, હાઉસીંગ બોર્ડ કોલોની-મુળ પોરબંદર કડીયા પ્લોટ-૧) જણાવતાં તેની ધરપકડ કરી બાઇક ૨૦ હજારનું તથા દારૂ ૨૧૦૦નો અને ઝોમેટો બેગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં તેણે પોતે સાત વર્ષ પહેલા પોરબંદરમાં દારૂના ગુનામાં પકડાયાનું કહ્યું હતું.

પોલીસની પુછતાછમાં તેણે એવું રટણ કર્યુ છે કે પોતે બે-અઢી મહિના પહેલા જ રાજકોટ રહેવા આવ્યો છે અને એકાદ મહિનાથી ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે નોકરીમાં જોડાયો હતો. પોતાને આ કંપનીના ફૂડના ઓર્ડર ન હોય એ સમય દરમિયાન નવરા બેસવા કરતાં સાઇડમાં આવક થાય એવો ધંધો કરવાનો વિચાર આવતાં પરિચીત મારફત રાજકોટના સામા કાંઠાના બુટલેગરનો સંપર્ક કરી તેની પાસેથી છુટક બોટલો લઇ અહિ કેટલાક પરિચિત મિત્રો મારફત છુટક-છુટક આઠસો-નવસો રૂપિયા લેખે બોટલ વેંચતો હતો. પોલીસે સપ્લાયરને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ અને એસીપી પશ્ચિમની સુચના હેઠળ યુનિવર્સિટીના પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ.વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ એન. મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, નિર્મળસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી. બીજા કોઇ આવા કામમાં સામેલ છે કે કેમ? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે.

(1:16 pm IST)
  • અત્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST

  • રાજયસભામાં શિવસેનાના બોલકા સાંસદ સંજય રાઉતને સૌથી છેલ્લી ''રો''માં બેસાડયા : ભાજપ સાથે છેડો ફાટયા પછીની નવી વ્યવસ્થા !! access_time 1:01 pm IST

  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST