Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વાઇબ્રન્ટ સમિટઃ રાજકોટ કલેકટર દ્વારા ૬૦ ઉદ્યોગકારો સાથે ખાસ મીટીંગ

રાજકોટ તા.૨૦: આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ અંગે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રાજકોટ શહેર-જિલ્લાના ૬૦ થી ૭૦ જેટલા ઉદ્યોગપતિઓ સાથે ખાસ મીટીંગ યોજી છે. જિલ્લાના તમામ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર ખાતેથી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા, મીટીંગમાં સીંગલ વિન્ડો સિસ્ટમ અંગે માહિતી અપાઇ હતી,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યોજાયેલ આ મિટીંગમાં વાઇબ્રન્ટ આયોજન અને નવા એમઓયુ અંગે સમીક્ષા યોજાઇ હતી.

(4:02 pm IST)