Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મગફળી ખરીદીઃ રાજકોટ ખરીદીમાં ગુજરાત ફર્સ્ટઃ ૨૦ ટકા માલ લેવાયો

રાજકોટ તા.૨૦: રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે મગફળીની રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ ખરીદી ચાલી રહી છે, રાજકોટ ખરીદીમાં ગુજરાતભરમાં પહેલા નંબરે છે.

તેમણે ઉમેર્યુ હતું કે, રાજકોટ જિલ્લામાં આજ બપોર સુધીમાં ૯૫૦ ખેડૂતો પાસેથી ૧૯ હજાર કવીન્ટલ મગફળી ખરીદાઇ છે, જે કુલ સામેલ રજીસ્ટરના ૨૦ ટકાથી વધુ છે.

આ ખરીદી ત્રણ મહિના ચાલશે, રાજકોટમાં કુલ ૨૭ હજારથી વધુનું રજીસ્ટ્રેશન થયું છે, રાજયમાં કુલ ૪૫૦૦થી વધુ ખેડૂતો પાસેથી ૯૫ હજાર કવીન્ટલ મગફળી ખરીદાઇ છે.

મગફળી ખરીદીમાં નાફેડ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થયા છે, નાફેડના સર્વેયરો ૧થી ર દિ'માં આવશે. ગોડાઉનમાં ચેકીંગ કરશે, અને ખરીદીનું પેમેન્ટ રથી ૩ દિ'માં રીલીઝ પણ કરી દેવાશે તેમ કલેકટરે ઉમેર્યુ હતું.

(4:02 pm IST)