Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રૈયા-મવડી ચોકડી એ BRTS બસ સ્ટોપ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રહેશે

રાજકોટ, તા. ર૦ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા ચોક તથા મવડી ચોક પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશથી કરવામાં આવી રહેલ છે. આગામી સમયમાં ઓવરબ્રીજ ફુટીંગની કામગીરી પુર્ણ કરીને ગર્ડરની કામગીરી કરવામાં આવનાર છે. જેને લગત તમામ કામગીરી બી.આર.ટી.એસ. ડેડીકેટેડ લેન પરથી ક્રેન/જે.સી.બી. જેવા ભારે મશીનરી/વાહનોનો ઉપયોગ કરીને નિર્માણ કામગીરી ઝડપથી કરવાનું આયોજન હોય, ઉકત બંને સ્થળ પર બી.આર.ટી.એસ. બસ શેલ્ટર્સ પણ આવેલ હોય, આ બંને સ્થળ પર બી.આર.ટી.એસ. બસ શેલ્ટર્સ પર મુસાફરોની આવન જાવન કરવાનું સ્થગીત કરેલ તેમજ આ બંને સ્થળો પરથી પસાર થતી બી.આર.ટી.એસ. બસને હાલના સર્વિસ લેન પરથી પસાર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમ રાજકોટ રાજપથ લી.ની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.   

આ અંગે રાજકોટ રાજયથ લી.ને આસી. મેનેજરના જણાવ્યા પ્રમાણે  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા ચોક તથા મવડી ચોક ખાતે ઓવરબ્રીજની નિર્માણ કામગીરી પ્રગતિમાં હોય, જેનાં કારણે બી.આર.ટી.એસ. બસમાં મુસાફરી કરતાં મુસાફરોની સલામતીને ધ્યાને લઈ બી.આર.ટી.એસ. રૂટનાં રૈયા ચોક તથા મવડી ચોક બસ શેલ્ટર્સ ખાતેથી મુસાફરોની આવન-જાવન/ચડ-ઉતર આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી બંધ રહેશે. વધુમાં બી.આર.ટી.એસ. રૂટ પરથી પસાર થતાં ઈમરજન્સી સેવાનાં વાહનોને મવડી ચોક તથા રૈયા ચોક ખાતેથી સર્વિસ લેન કે અન્ય વૈકલ્પીક માર્ગેથી ચલાવવા અનુરોધ છે. જેની તમામ શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.

(4:01 pm IST)