Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

લોઢવા સેવા સહકારી મંડળીનો ૨૮ વર્ષ જુનો ઉચાપત અંગેનો દાવો રદ કરતી કોર્ટ

રાજકોટ તા ૨૦ : લોઢવાસશકારી મંડળી લી. નો ઉચાપત અંગેનો સને ૧૯૯૧/૯૨ ના વર્ષનો ૨૮ વર્ષજુનો રાસાયણીક ખાતર/સસ્તા અજાન/કાપડ વેચાણ અંગેની ઉચાપતનો દાવો લવાદ કોર્ટે રદ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે જુનાગઢ જીલ્લાના વેરાવળ તાલુકાના લોઢવા ગામની લોઢવા સેવા સહકારી મંડળીએએવો દાવો કરેલ કે તેમના કર્મચારી જેઠાભાઇ વિજાણંદભાઇ ભરગા તથા પરબતભાઇ પુનાભાઇ ભોળા સામે મંડળીએ ૧૯૯૧-૯૨ માં રાસાયણીક ખાતર, સસ્તા અનાજ તથા કાપડ ખરીદ વેચાણનું કામ કરતા હતા અને મંડળીનામાલનું ગામના સભ્યોને મંડળીની સુચના વગર ઉધાર માલ વેચાણ કર્યાનું દર્શાવી રૂા ૨,૦૧,૯૩૦/- જેવી રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખેલ, મંડળીએ આવા સભ્યોને ઉધારમાલની રકમ જમા કરાવવા અંગેની નોટીસો આપતા ૪૫ સભ્યોની રકમ મંડળીમાં જમા થયેલ. મંડળીના વેચાણ થયેલ માલની બાકીની રકમો જમા ન થતાં મંડળીએ આ કર્મચારીઓ સામેફલજદારી ફરીયાદ કરેલ અને અહીંની લવાદ કોર્ટ સમક્ષ રકમ વસુલ મેળવવા લવાદ કેસ દાખલ કરેલ.

અહીની લવાદ કોર્ટના જજ શ્રી પી.કે. મકવાણાએ આ કેસમાં મંડળીએ લવાદ કોર્ટ સમક્ષ રજુકરેલ આધાર પુરાવા અને કર્મચારીઓ તરફથી રજુ થયેલ આધાર પુરાવાઓને ધ્યાને લઇ તેમજ કાયદાકીય જોગવાઇઓ ધ્યાને લઇ કર્મચારીઓ તરફથી થયેલ રજુઆતો ગ્રાહય રાખી આ કર્મચારીઓએ ઉચાપતની રકમ અંગત ઉપયોગમાં લીધેલ અને ઉચાપત કરેલ તેવો લેશ માત્ર પુરાવો નથી. ઉલટુ રકમ અશંતઃ જમા થયેલ છે અને બાકીદારોન ેનોટીસ આપેલ છે તેથી ઉચાપતનો દાવો સાબીત થતો નથી. મંત્રીએ પોતાની જવાબદારી ન આવે તેથી આવો દાવો કરેલ છે. આમ, કર્મચારીઓની કોઇ જવાબદારી થાયતેવું જણાતું નથી.

આમ કર્મચારીઓ તરફથી થયેલ રજુઆતો ધ્યાને લઇ અહીંની લવાદ કોર્ટે આજથી૨૮ વર્ષ જુના ઉચાપતના વ્યવહાર અંગે કર્મચારીઓ સામે થયેલ લવાદ કેસ રદ ઠરાવેલ છે. આ લવાદ કેસમાં રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ તથા સતીષ દેથલીયા એડવોકેટ રોકાયેલા હતા.

(4:00 pm IST)