Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજકોટમાં ૧૧ મિલ્કતને તાળાઃ વેરા વિભાગને રૂ.૩૦ લાખની આવક

ત્રણેય ઝોનમાં બાકી વેરો વસુલવા કાર્યવાહીઃ તંત્ર દ્વારા ધોકો પછાડતા મિલ્કત ધારકોએ ધડાધડ ચેક આપ્યા

રાજકોટ તા. ર૦ : મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નો વેરાનો રૂ.રપ૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા મિલ્કત સીલ, નોટીસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરતા સેન્ટ્રલ ઝોન તથા વેસ્ટ ઝોનના વિસ્તારમાં ૧૧ મિલ્કત સીલ કરવામાં આવતી હતી. આ ઝૂબેશમાં આજે કુલ રૂ.૩૦ લાખની આવક થવા પામી હતી.

પૂર્વ ઝોન

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝૂંબેશ અંતર્ગત વોર્ડ નં.૧પ,૧૮ ની ટીમ દ્વારામાં મીરા ઈન્ડ એસ્ટેટ આજી જીઆઇડીસી સ્ટાન્ડર્ડ એગ્રો-ભાવનગર રોડ આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર એમ. ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે કે જોષી. વિ. દ્વારા કરવામાં આવેલ છે.

 સેન્ટ્રલ ઝોન

વર્ષ ર૦૧૮-૧૯ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કૃષ્ણનગરમાં આવેલ ગોકુલકુમાર છાત્રાલય સહિત ૮ મીલ્કત સીલ કરવામાં આવી હતી. કુલ રૂ.૧૧.૯પ લાખની આવક થવા પામી હતી. આજની રીકવરીની કામગીરી કમિશનરની સીધી સુચના અનુસાર આસી.મેનેજર રાજીવ ગામેતી વોર્ડ ઓફીસ આરતીબેન નિંબાર્ક, કેતનભાઇ સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટર નિતિનભાઇ ખંભોળિયા, કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશનર શ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વેસ્ટઝોન

વેસ્ટઝોનની વેરાશાખા દ્વારા મવડી, ગોવર્ધન ચોક પાસે ખોડીયાર નગરમાં, નંદનવન-૩, ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ જાસલ કોમ્પલેક્ષ, અમીન માર્ગ, નાના મવા મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ તથા યુનિ.રોડ પર શિવ શકિત કોલોની સહિતના વિસ્તારોમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૩ મિલ્કત સીલ કરવામાં આવી હતી. રૂ. ૮.૭૪ લાખની આવક થવા પામી હતી.

આ કામગીરી સહાય કમિશ્નર શ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડનાં આસી. મેનેજરશ્રીઓ અને વોર્ડ ઓફીસરશ્રીઓ ની સુચનાનુસાર ટેકસ ઇન્સ્પેકટર હિતેષભાઇ મહેતા,વશરામભાઇ કણઝારીયા, જે.બી. પાતળિયા તેમજ રીકવરી કલાર્ક દેવાભાઇ રાઠોડ, તુષાર સોલંકી, વિપુલ દવે, હરેશ નસીત, ભરત વાંક અને રાજેશ નૈયા દ્વારા કરવામાં આવી હતી.

(3:58 pm IST)