Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વાલમ..આવો.. રે.. આવોઃ ઐશ્વર્યાએ રાજકોટ ઝુમાવ્યુ

મ્યુ.કોર્પોરેશનનાં સ્થાપનાદિને યોજાઇ સુમધુર સંગીત સંધ્યા :ગુજજુ ગર્લ ઐશ્વર્યા મજમુદારે બોલીવુડ-હોલીવુડ અને અર્બન ગુજરાત ફીલ્મોના ઢગલાબંધ ગીતો રજૂ કરતાં હજારો શ્રોતાઓ ડોલી ઉઠયાઃ કાર્યક્રમ સફળ બનાવનાર નગરજનોનો આભાર માનતા. મેયર બીનાબેન સ્ટે.ચેરમેન ઉદયભાઇ સમાજ કલ્યાણ ચેરમેન આશિષ વાગડિયા

મ્યુ.કોર્પોરેશનનાં સ્થાપનાદિને યોજાયેલ સંગીત સંધ્યાની તસ્વીરો ઝલકયાં ગાયક કલાકાર ઐશ્વર્યા મજમૂદાર તથા આ પ્રસંગે ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો તથા કોર્પોરેશનનાં હોદેદારો નજરે પડે છે

રાજકોટ, તા.૨૦: ગઇકાલે રાત્રે રેસકોર્ષ ઓપન એર થીયેટરમાં રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં સ્થાપનાદિને બોલીવુડની સુપ્રસિધ્ધ સીંગર અને ગુજજુ ગર્લ ઐશ્વર્યા મજમુદારે હીન્દી ફીલ્મી ગીતો, ગુજરાતી લોકગીતો અને અર્બન ગુજરાતી ફીલ્મોનાં લોકપ્રિય ગીતો રજૂ કરી મોડી રાત સુધી રાજકોટનાં હજારો નગરજનોને ડોલાવ્યા હતા.

ઐશ્વર્યાએ અર્બન ગુજરાતી ફીલ્મ 'લવની ભવાઇ'નું વાલમ આવો રે-આવો' રજૂ કરી હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આમ પ્લેબેક સિંગર એશ્વર્યા મજમુદાર તથા સાથી કલાકારોએ પોતાના સુરીલા કંઠે હિન્દી તથા ગુજરાતી ફિલ્મના યાદગાર ગીતો ગાઈ લોકોને ડોલાવ્યા હતા. તેમાં પણ સુવિખ્યાત ગુજરાતી ગીત મન મોર બની થનગાટ કરે ગીત પર લોકોને ખુબ ડોલાવ્યા હતા. સાજીંદાઓએ પણ તબલા, પકર્યુંસનમીક્ષ, ડ્રમ મીક્ષ, બાસ ગીટાર, લીડ ગીટાર, લીડ એકોસ્ટિક ગીટાર, કીબોર્ડ મીક્ષ વિગેરે જેવા અઘતન મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટસથી ધૂમ મચાવી લોકોને સંગીતની રસ લહાણ કરી હતી.

આ પ્રસંગે ઉદ્વાક તરીકે ઉપસ્થિત રહી સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હર હંમેશ લોકોને પ્રાથમિક સુવિધાના કામો હોવાની સાથો સાથ લોકોને મનોરંજન મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પરંપરા મુજબ આજરોજ ૪૬માં સ્થાપના દિન પ્રસંગે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલાં ફકત ચાર કે પાંચ દરવાજા વચ્ચે વસેલું અને એક થી વધારે સુધરાઈ ધરાવતું રાજકોટ આજે મહાનગરપ-સ્માર્ટ સિટી બની ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાની સ્થાપનાને ૪૫ વર્ષ પુરા થઇ ૪૬મા વર્ષમાં પ્રવેશ થયેલ છે ત્યારે આટલા વર્ષોની વિકાસ યાત્રામાં પ્રથમ નિયુકત મેયર રમેશભાઈ છાયા, તથા પ્રથમ ચૂંટાયેલ મેયર અને રાજકોટ શહેરની વિકાસ યાત્રાની કેડી કંડારવામાં જેનું મહત્વનું યોગદાન છે તેવા શ્રી અરવિંદભાઈ મણીયાર, વજુભાઈ વાળા, વિનોદભાઈ શેઠ, વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મેયરોનો હું ખુબ આભાર માનુ છું. જયારે લોકો આવાસ યોજનાથી પરિચિત પણ ન હતા ત્યારે રાજકોટ શહેરે હુડકો સ્કીમ હેઠળ આર્થિક પછાત વર્ગના લોકો માટે સૌપ્રથમ આવાસ યોજના બનાવેલ. જેને તે સમયે નેશનલ એવોર્ડ મળેલ છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી અને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવા લોકોને જણાવેલ હતું. કાર્યક્રમ આભારદર્શન સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયાએ કરેલ હતું, જયારે મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત સમાજ કલાયન કમિટી સભ્ય હિરલબેન મહેતા, મીનાબેન પારેખ તથા દેવુબેન જાદવએ કરેલ હતું.

આ કાર્યક્રમનું ઉદદ્યાટન અને દીપ પ્રાગટ્ય સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રી બિનાબેન આચાર્ય હતા. જયારે પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ કોમોડીટી એક્ષચેન્જના ચેરમેન રાજુભાઈ પોબરૂ, કૌશિકભાઈ શુકલ, દીપકભાઈ મેદ્યાણી, ધીરેનભાઈ પારેખ, તથા વર્ષ ૧૯૭૫ થી ૧૯૮૦માં ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓના પરિવારજનો તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીલ્લા કલેકટર ડાઙ્ખ.રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, અધિક કલેકટર પરિમલ પંડ્યા, નાયબ કમિશનર ચેતન નંદાણી, ચેતન ગણાત્રા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિવિશેષ તરીકે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, ઉપસ્થિત રહેલ હતા.

(3:57 pm IST)