Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મેટોડામાં લોખંડનો ડેલો માથે પડતાં ૪II વર્ષના સાવનનું મોત

લાડકવાયાના મોતથી ડાંગર (વણકર) પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૦: મેટોડા જીઆઇડીસીમાં સાડા ચાર વર્ષનો બાળક ઘર નજીક રમતો હતો ત્યારે બંધ પડેલા કારખાનાનો લોખંડનો ડેલો માથે પડતાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૨માં રૂબીન ક્રિસીઝન નામની ફેકટરીમાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં હરેશભાઇ વીરાભાઇ ડાંગર (વણકર)નો પુત્ર સાવન (ઉ.વ.૪ાા) ગઇકાલે સાંજે છએક વાગ્યે ઘરની સામેના ભાગે રમતો હતો ત્યારે એક કારખાનુ જે બંધ હાલતમાં છે તેનો ડેલો અકસ્માતે પડતાં સાવનને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર સાવન એક ભાઇથી નાનો હતો. બનાવથી ડાંગર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. લોધીકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(3:12 pm IST)