Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

લાલપરી પાસે મનસુખ કોળીના મકાનમાં દરોડોઃ જુગાર રમતી મહિલા સહિત છ પકડાયા

મનસુખ, કાળુ, ગીતા, સલમા, શાંતિ અને લીલાની ધરપકડ

રાજકોટ તા.૨૦: ગ્રીનલેન્ડ ચોકડી લાલપરી મેઇન રોડ પર રહેતો કોળી શખ્સના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત છ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગતો મુજબ બી ડિવીઝન પોલીસ મકથના પીઆઇ આર.એસ. ઠાકરની સુચનાથી ડી સ્ટાફના પીએસઆઇ એમ.એફ. ડામોર, વિમરભાઇ , મહેશભાઇ, કિરણભાઇ, કેતનભાઇ અને હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કેતનભાઇ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી મફતીયાપરામાં રહેતો મનસુખ અમરશીભાઇ બાદુકીયા (ઉ.વ.૪૦)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક મનસુખ તથા કાળુ જીવા સાલાણી (ઉ.વ.૩૫) રહે. લાલપરી મ.પરા શેરીનં.પ), ગીતા વશરામ બાવળીયા, (ઉ.વ.૪૦) (રહે. લાલપરી મ.પરા શેરીનં. ૬), સલમા આરીફ મુલતાણી (ઉ.વ.૩૦) (રહે. લાલપરી શેરીનં. ૩), શાંતિ રાજુ મકવાણા (ઉ.વ.૪૦) (રહે. લાલપરી શેરીનં.પ) અને લીલા સાર્દુદ ગાગડીયા (ઉ.વ.૪૦) (રહે. લાલપરી મ.પરા શેરીનં. ૨)ને પકડી લઇ રૂ. ૧૦,૬૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં સંતકબીર રોડના બગીચા પાસે આડો પેડક રોડ પર દરોડો પાડી ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરીનં. ૮નો ભીખુ હંસરાજભાઇ માણેક (ઉ.વ.૪૬), ભગીરથ સોસાયટી શેરીનં. ૧૦નો મનુ કરશનભાઇ હુંબલ (ઉ.વ.૪૦) (રહે. ભગીરથ સોસાયટી શેરી નં. ૧૦) અને અતુલ માધુભાઇ ધીણોજા (ઉ.વ.૩૮) (રહે. ભગીરથ સોસાયટી શેરી નં. ૭/૧૦) ને વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા પકડી લઇ રૂ. ૨૩૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)