Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કક્કડ પરિવાર દ્વારા શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

સંત પૂ.ભાનુમા અને સમસ્ત પિતૃઓના આત્મમોક્ષાર્થે ભાવભીનું આયોજન : કથાકાર પૂ. મીરાબેન ભટ્ટ જ્ઞાનરસ વહાવશે : વિવિધ પ્રસંગો ધામેધૂમે ઉજવાશે : ૨૪મીએ પોથીયાત્રા નીકળશે : કથાનો સમય : સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦

રાજકોટ, તા. ૨૦ : જાણીતા ઉદ્યોગપતિ અને લોહાણા અગ્રણી તેજસભાઈ તુલસીદાસભાઈ કક્કડ અને શ્રીમતી જયશ્રીબેન તથા પરિવાર શ્રી દિલીપભાઈ નિલાબેન, શ્રી કોકીલભાઈ - તરૂલતાબેન, શ્રી અશોકભાઈ - ચેતનાબેન તથા હિતેષકુમાર રાયચુરા અને રૂપાબેન અને કક્કડ પરિવાર દ્વારા સંત માતા પૂજય ભાનુમા અને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ના શનિવારથી તા.૩૦ના શુક્રવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

શાસ્ત્રાનુસાર જીવનના સમસ્ત સંશય દુઃખ અશાંતિને હરી લઈ માનવને જાગરૂક સાત્વિક નિષ્પાપ જીવન તરફ વાળી ભોગથી પ્રારંભીને સાક્ષાત શ્રી પ્રભુના ચરણારવિંદ સુધી લઈ જવાની સામર્થ્ય ધરાવતી આ જ્ઞાનગંગાનું સંગીતમય રસપાન કરાવવા વ્યાસપીઠે પ્રખર વકતા કથાકાર પૂ. શ્રી મીરાબેન ભટ્ટ બીરાજી ભાગવત ભગવાનની દિવ્ય ગાથાને સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. કથાનો સમય સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

૨૪મીના શનિવારે સવારે ૮:૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિરેથી પોથીયાત્રાનો પ્રારંભ થશે. જે ''જીવન આનંદ'' શ્રી જલારામ પ્રાર્થના મંદિર સામે, મોટી ટાંકી નજીક વાજતે - ગાજતે પહોંચશે. બાદ ૯:૩૦ વાગ્યે દીપ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ થશે.

શ્રીમદ્દ ભાગવત કથા દરમિયાન ૨૫મીના રવિવારે કપિલ પ્રાગટ્ય, ૨૬મીના સોમવારે ધ્રુવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, ૨૭મીના મંગળવારે વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ૨૮મીના ગોવર્ધન પૂજા, રાસલીલા, ૨૯મીના ગુરૂવારે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાશે. ૩૦મીના શુક્રવારે કથાની પૂર્ણાહૂતિ થશે. ત્યારબાદ સાંજે ૭:૩૦ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે.

કથા શ્રવણનો લાભ લેવા સા. શ્રી તુલસીદાસભાઈ નાનજીભાઈ કક્કડ પરિવારના શ્રી દિલીપભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ. સૌ. નિલાબેન દિલીપભાઈ કક્કડ, શ્રી તેજસભાઈ તુલસીદાસભાઈ કક્કડ, શ્રી કોકીલભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ. સૌ. તરૂલતાબેન કોકીલભાઈ કક્કડ, શ્રી અશોકભાઈ તુલસીદાસભાઈ કક્કડ, અ. સૌ. ચેતનાબેન અશોકભાઈ કક્કડ, શ્રી હિતેષકુમાર વલ્લભભાઈ રાયચુરા, અ. સૌ. રૂપાબેન હિતેષકુમાર રાયચુરા, શ્રી મોહિતભાઈ દિલીપભાઈ કક્કડ, અ. સૌ. પ્રક્ષાબેન મોહિતભાઈ કક્કડ, શ્રી કલ્પીતભાઈ દિલીપભાઈ કક્કડ, અ. સૌ. પલ્લવીબેન કલ્પીતભાઈ કક્કડ, રીતેષકુમાર ક્રિષ્નારાય સંચાણીયા, અ.સૌ. અમ્રીતાબેન રિતેષકુમાર સંચાણીયા, મીવાન કુમાર કક્કડ, મીરાબેન તેજસભાઈ કક્કડ, પ્રણવભાઈ તેજસભાઈ કક્કડ, પ્રિયેનભાઈ કોકીલભાઈ કક્કડ, અ. સૌ. રાધિકાબેન પ્રિયેનભાઈ કક્કડ, દર્શિતભાઈ હિતેષકુમાર રાયચુરા, અ. સૌ. મીરાબેન દર્શીતભાઈ રાયચુરા, અવનીશભાઈ હિતેષકુમાર રાયચુરા, અ. સૌ. સ્ટેફ અવનીશભાઈ રાયચુરા, નીકીતાબેન, રીયાબેન, કીરીનબેન સહિતનાએ આમંત્રણ પાઠવ્યુ છે.

પૂ.ભાનુમાના સ્મરણાર્થે આયોજીત આ ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સમસ્ત કક્કડ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે ફોન - ૦૨૮૧- ૨૨૨૨૨૨ / મો. ૯૮૯૮૪ ૯૦૫૨૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

કથા શ્રવણ સ્થળ

'જીવન આનંદ', શ્રી જલારામ પ્રાર્થના મંદિર સામે, મોટી ટાંકી નજીક, રાજકોટ

(3:10 pm IST)