Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કાલે યંગ મુસ્લિમ સોશ્યલ ગ્રુપ દ્વારા ઈદ-એ-મિલાદ ઝૂલુસનો ભવ્ય આવકાર કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૦ :. વિશ્વના સમસ્ત મુસ્લિમ સમાજની ધરોહર સમાન-મહાન પયગમ્બર હઝરત મોહંમદ સાહેબના જન્મદિન નિમિતે શહેરભરના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ઝુલુસનો પ્રારંભ થશે.

આ તકે યંગ મુસ્લિમ સોશ્યલ ગ્રુપ સદર દ્વારા સદર બજાર ચોકમાં અભૂતપૂર્વ આવકાર કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

યંગ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રફીકભાઈ માલાણીએ વિગતો પાઠવતા જણાવ્યુ છે કે સવારે ૧૦.૦૦ કલાકે સદર બજાર ચોકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો આવકાર કાર્યક્રમ તથા ફ્રુટ, બિસ્કીટ, સરબત વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

ત્યાર બાદ કમીટીના સભ્યશ્રી હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે 'બ્લડ ડોનેશન કેમ્પ'માં ભાગ લેશે. આવકાર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ રફીકભાઈ માલાણી, એઝાઝ મેમણ, સોહિલરાજ, ઈકબાલ મોગલ, ફારૂક ગોપલાણી, ઈસુફ રાણા સહિત આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:02 pm IST)