Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રૈયા રોડ-જયુબીલી-મવડી સહિતના વિસ્તારોમાંથી ૯૫ રેકડી - કેબીનના દબાણો હટાવાયા

૨૨૦ કિલો શાકભાજી-ફળ, ર૦૫ કિલો ઘાસચારો તથા ૭૫ બોર્ડ-બેનર જપ્તઃ ર.૨૩ લાખનો દંડ

રાજકોટ, તા. ર૦ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા છ દિવસમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, શાકભાજી-ફળો, પ૬ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ વગેરે જપ્ત કરી વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં  જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા સત્તાવાર યાદીમાં જણાવાયુ઼ છે. રસ્તા પર નડતર ૩૬ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, રૈયાધાર રોડ, એસ.કે. ચોકથી ગાંધીગ્રામ, રાજનગર ચોક, નાનામવા મેઈન રોડ, હનુમાન મઢી, મવડી હો.ઝોન, લીમડા ચોક, લક્ષ્મીનગર નાલા, છોટુનગર, પોસ્ટ ઓફીસ રોડ, અટીકા ફાટક, ગ્રીનલેન્ડ ચોકડી વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, અલગ અલગ ૫૯ અન્ય ચીજ વસ્તુઓ ગ્રીનલેન્ડ ચોકડી, જયુબેલી શાકમાર્કેટ, ચંદ્રેશનગર મેઈન રોડ, રેસકોર્ષ, પંચનાથ મેઈન રોડ, રેલનગર, જનાના હોસ્પિટલ, હોસ્પિટલ ચોક, લોટરી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ વિગેરે પરથી જપ્ત કરવામાં આવેલ હતી. ૨૨૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને  રામાપીર ચોકડીથી રૈયાધાર, જયુબેલી, ધરાર માર્કેટવિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, ૨૦૫ કી.ગ્રા. ધાસચારો પારેવડી ચોક પરથી જપ્ત કરવામાં આવેલ હતો. અન્ય ૨,૨૩,૭૫૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જે ગ્રીનલેન્ડ ચોકડી, હુડકો માર્કેટ, ગાંધીગ્રામ, એસ્ટ્રોન નાલા, યુનિ. રોડ, ભીમનગર, નાનામવા, કાલાવડ રોડ, જીલ્લા પંચાયત ચોક, લીમડા ચોક, જામનગર રોડ, જયુબેલી, રૈયા રોડ, હનુમાન મઢી, એરપોર્ટ રોડ, હેમુ ગઢવી રોડ, લોટરી બજાર, કુવાડવા રોડ, ભાવનગર રોડ, સેટેલાઇટ ચોક પરથી વસુલ કરવામાં આવેલ હતો. તેમજ રૂ/- ૧,૦૦૦/- મંડપ અને છાજલીનો ચાર્જ સંતકબીર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરમાંથી નડતરરૂપ ૭૫ બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા, જે પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, યુનિવર્સીટી રોડ, આકાશવાણી તથા અન્ય સર્કલ, ચંદ્રેશનગર મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ ૩૧ હોકર્સ ઝોન કોઠારીયા, ધરાર શાકમાર્કેટ, મોરબી જકાત નાકા, આજીડેમ ચોકડી, ગણેશ પાર્ક, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી, ભકિતનગર, ગાયત્રીનગર, હેમુ ગઢવી, ગ્રીનલેન્ડ,આઈ.ટી.આઈ., મોરબી રોડ, માસુમ વિદ્યાલય, માંડા ડુંગર અને પેડક રોડ વિગેરે હોકર્સ ઝોન માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(2:54 pm IST)