Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજકોટ એસ.ટી.ને કુલ ૮૬ ડ્રાઇવર અને ૨૦૬ કંડકટર ફાળવાયાઃ આજથી ડયુટી સોંપાઇ

મહેકમથી ઘટ પુરીઃ પરીક્રમામાં આજે સતત બીજા દિવસે ૧૨ લાખની આવક

રાજકોટ તા.૨૦: રાજકોટ એસટી ડિવીઝનને કુલ ૧૪૩ ડ્રાઇવર-કંડકટરની મહેકમમાં ઘટ હતી તે પુરાઇ ગયાનું અને આજથી તમામને ડયુટીની સોંપણી થઇ ગયાનું ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જોઠવાએ ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેયુંર્ હતું.

તેમણે જણાવેલ કે નવા ૫૧ તથા અન્ય ડિવીઝનમાંથી થઇને કુલ ૮૬ નવા ડ્રાઇવર ફાળવાયા છે, આ ઉપરાંત ૨૦૬ કંડકટરની પણ ફાળવણી થઇ છે, જે તમામને આજે ડયુટીની સોંપણી કરી દેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે બે નવી સફેદ બસ આવી છે, હજુ બીજી ૪ આવશે, જૂનાગઢ-ગીરનાર પરિક્રમામાં રાજકોટ ડિવીઝનને બે દિ'માં ૨૪ લાખની એકસ્ટ્રા આવક બાદ આજે પણ ૧૨ લાખથી વધુની આવકનો અંદાજ હોવાનો નિર્દેશ આપ્યો હતો.

(1:37 pm IST)
  • અમદાવાદ:વિનય શાહ કોભાંડ મામલો:વિનય શાહે કંપનીના નામે ૫ કરોડથી વધારે ઉઘરાવ્યા: ૩૧ ઓક્ટોબરે કરેલી મીટીંગમાં પૈસા એકત્રિત કર્યા હતા :GMDCના કન્વેન્સન હોલમાં યોજાઈ હતી મીટીંગ :વિનય શાહે શેર બજારમાં પણ કોભાંડ કર્યાની આશંકા access_time 12:41 pm IST

  • વલસાડ નજીકની હોટલ વંશ ઉપર કેમિકલ ચોરીનું કોૈભાંડ ઝડપાયું: ૩ ટેન્‍કર-૧ મેટાડોર સાથે ર આરોપીની ધરપકડ access_time 12:23 pm IST

  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે કરી મુલાકાત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરી મુલાકાત: મુલાકાતની તસ્વીર પ્રધાન મંત્રી દ્વારા સોસીયલ મીડિયામાં સેર કરવામાં આવી:. મોદીએ આ મુલાકાતને અદભુત ગણાવી access_time 11:41 pm IST