Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બજરંગવાડીમાં મોડી રાત્રે જુના મનદુઃખને લીધે અલ્‍તાફ ઉર્ફ ભાયા પર ધોકા-પાઇપથી હુમલો

પિન્‍ટુ કોળીનું ઉપરાણુ લઇ તેનો મિત્ર અજય, રવિ, અજયની માતા-બહેન સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૨૦: બજરંગવાડી-૧૪માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં  અલ્‍તાફ ઉર્ફ ભાયો ઇકબાલભાઇ બેલીમ (ઉ.૨૧) પર રાત્રીના અઢી વાગ્‍યે તેના ઘર નજીક હતો ત્‍યારે અજય કોળી, તેના ભાણેજ રવિ કોળી, અજયની માતા, બહેન સહિત છએક જણાએ મળી અચાનક ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં અને જમણા ખભામાં ફ્રેકચર થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. અલ્‍તાફ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. રાત્રે જ ઉનાનો ફેરો પુરો કરીને ઘરે આવ્‍યો હતો ત્‍યાં જ પડોશમાં રહેતાં અજય કોળી સહિતના તૂટી પડયા હતાં. અગાઉ અલ્‍તાફ અને અજય સાથે રહેતાં પિન્‍ટૂ કોળીને માથાકુટ થઇ હતી. ત્‍યારથી ચાલતાં મનદુઃખનો ખાર રાખી પિન્‍ટૂનું ઉપરાણુ લઇ આ હુમલો કરવામાં આવ્‍યાનું અલ્‍તાફના પરિવારજનોએ કહ્યું હતું.

દેકારો થતાં નજીકમાં જ રહેતો અલ્‍તાફનો મિત્ર અલ્‍પેશ રમેશભાઇ તન્‍ના આવી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. અલ્‍પેશે અલ્‍તાફને હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

(12:24 pm IST)