Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગરમ વસ્ત્રો ની બજારો ઠંડીઃ વેપારમાં ગરમાવાની રાહ જોતા તિબેટીયનો

રાજકોટઃ શિયાળાનું ધીમા પગલે આગમન થઇ રહયું છે. સવારે અને મોડીરાત્રીના ઠંડીનો અહેસાસ થઇ રહયો છે. જો કે બપોરના સમયે હજુ પણ ગરમીનો અનુભવ થઇ રહયો છે. સામાન્‍ય રીતે નવેમ્‍બરના અંતિમ દિવસોમાં કે ડિસેમ્‍બરની શરૂઆતમાં ઠંડીનું જોર વધુ જોવા મળે છે. ત્‍યારે દિવાળી બાદ જ રાજકોટ શહેરમાં ગરમ વષાોની બજાર ખુલી જતી હોય છે. હાલ તો ગરમ વષાોની બજારમાં સામાન્‍ય ધરાકી જોવા મળે છે. પરંતુ ઠંડી શરૂ થતાની સાથે ગરમ વસ્ત્રોની બજારોમાં પણ રોનક જોવા મળશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:06 pm IST)