Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજકોટ કોર્પોરેશનને ૪૬મુ બેઠુ : વિકાસની હરણફાળ પણ તિજોરી તંગ

જકાતની આવક બંધ થતા સરકારની ગ્રાન્‍ટઉપર જ કોર્પોરેશનનો આધારઃ આજે સ્‍થાપના દિનના કોર્પોરેશનમાં લેખાજોખા : ૧૯૬૪-૬પમાં નગર પાલીકામાં રૂપાંતરઃ નગરસેવકો ૪૦ : કોપોરેશનને અત્‍યાર સુધીમાં આંતરરાષ્‍ટ્રીય- રાષ્‍ટ્રીય ૧૩થી વધુ એવોર્ડ મળ્‍યા છે : ૧૯૪૯માં રાજકોટ બરો મ્‍યુનિસીપાલીટીની સ્‍થાપના : ૧૯૭૩માં મહાનગર પાલિકાનો દરજ્‍જો મળ્‍યો

રાજકોટ, તા. ૧૯ :  આજે રાજકોટ મ્‍યુ. કોર્પોેરશનની સ્‍થાપનાને ૪પ વર્ષે પૂર્ણ થઇને ૪૬માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્‍યારે કોર્પોેરેશનનાં અત્‍યાર સુધીના ઇતિહાસના લેખા-જોખા જોઇએ તો ૧૯૭૩માં રાજકોટને મહાનગરપાલિકાનો દરજ્‍જો પ્રાપ્ત થયા બાદ શહેરમાં વિકાસની હરણફાળ થઇ છે. પરંતુ સાથોસાથ છેલ્લા બે-ત્રણ વર્ષની તંત્રની તિજોરીની સ્‍થિતિ પણ તંગ થયાની ફરીયાદો ઉઠી છે.

આ અંગેની વિગતો જોઇએ તો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કોર્પોરેશનનું બજેટ ૧ાા થી ર હજાર કરોડનું બજેટ બને છે. પરંતુ ૭પ ટકા બજેટ સરકારની ગ્રાન્‍ટ આધારિત હોય છે. કેમકે જકાતની આવક બંધ થયા બાદ તંત્ર પાસે આવકનો સ્‍વતંત્રસ્ત્રોત રહ્યો નથી. મિલ્‍કત વેરાની આવક ઉપર જ તંત્રને નમવુ પડે છે પરિણામે દર વર્ષે બજેટની આવક-જાવકનો ટાંગામેળ થતો નથી અને સરકારની ગ્રાન્‍ટ ન મળી હોય તેવા કિસ્‍સામાં બજેટમાં જાહેર થયેલ વિકાસ કામો કાગળમાં જ રહી જાય છે.

આમ  કોપોરેશનના ઇતિહાસમાં રાજકોટમાં વિકાસ કામો જેટ ઝડપે થયા છે પરંતુ છેલ્લા-બે ત્રણ વર્ષથી તિજોરીની સ્‍થિતિ તંગ થતાં તંત્રને ખોટા ખર્ચા બંધ કરવાની ફરજ પડી છે. ત્‍યારે આવક વધારવા તંત્રએ પગલા લેવા જરૂરી છે.

 

મહિલા મેયર

*   ભાવનાબેન જોષીપુરા

*   મંજુલાબેન પટેલ

*   ગૌરીબેન સિંધવ

*   સંધ્‍યાબેન વ્‍યાસ

*   રક્ષાબેન બોળીયા

*   બીનાબેન આચાર્ય

 

આજ દિન સુધીના મેયર

રમેશભાઇ છાયા (નિયુકત) 

અરવિંદભાઇ મણીયાર (ચુંટાયેલ)

અરવિંદભાઇ મણીયાર ''  

વજુભાઇ વાળા     ''     

વજુભાઇ વાળા     ''

વિનોદભાઇ શેઠ    ''     

વજુભાઇ વાળા     ''

ભાવનાબેન જોશીપુરા      ''    

વિજયભાઇ રૂપાણી  ''     

ઉદયભાઇ કાનગડ  ''     

ગોવિંદભાઇ સોલંકી ''

મંજુલાબેન પટેલ   ''

અશોકભાઇ ડાંગર  ''

મનસુખભાઇ ચાવડા       ''

ગૌરીબેન સિંધવ    ''

ધનસુખભાઇ ભંડેરી ''

સંધ્‍યાબેન વ્‍યાસ    ''

જનકભાઇ કોટક    ''

રક્ષાબેન આર. બોળીયા    ''

જૈમનભાઇ ઉપાધ્‍યાય      ,,

બીનાબેન આચાર્ય       ,,

 

 

૪૪ વર્ષમાં કેટલા વોર્ડ અને કેટલા કોર્પોરેટરો?

રાજકોટ : કોર્પોરેશનની સ્‍થાપના ૧૯ નવેમ્‍બર ૧૯૭૩માં થઇ છે. સમયાંતરે વોર્ડનો વધારો થતો હતો. આ વર્ષે એટલે કે ચાલુ વર્ષમાં ૧૮ વોર્ડ ૭૨ કોર્પોરેટર થયા છે. ૧૯૭૩થી ૨૦૧૫ સુધી દરેક વોર્ડમાં ત્રણ-ત્રણ નગરસેવકો હતા. વર્ષ ૨૦૧૫થી એક  વોર્ડમાં ૪-૪ કોર્પોરેટરો છે.

      વર્ષ

વોર્ડ

કોર્પોરેટર

૧૯૭૩થી ૮૭

૧૮

૫૧

૧૯૮૮થી ૯૯

૨૦

૬૦

૨૦૦૦થી ૧૫

૧૩

૬૯

૨૦૧૫થી -

૧૮

૭૨

 

(4:47 pm IST)