Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પુષ્ટીમાર્ગીય વૈશ્ણવો માટે ફેબ્રુઆરીમાં ૫૧ સમુહલગ્ન

જાન્યુ.માં પુષ્ટી પુરૂષોતમ બાલકૃષ્ણપ્રભુની બાલલીલા કથાનું રસપાન કરાવશે

રાજકોટ,તા.૧૯: નિ.લી.પૂ.પા.ગો.શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પ્રાકટય ઉત્સવ અંતર્ગત શતાબ્દી વર્ષ ઉત્સવ પ્રારંભના ઉપલક્ષ્યમાં રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પુષ્ટી માર્ગીય વૈશ્ણવો માટે સમૂહ લગ્ન અને શ્રી બાલકૃષ્ણપ્રભુની બાલલીલા અવગાહન શ્રી મદનમોહન પ્રભુના અનુગ્રહથી એવમ્ પૂ.પા.ગો.૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી (મોટી હવેલી જામનગર) પૂ.પા.ગો.૧૦૮ શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી (મોટી હવેલી જામનગર)ના સાનિધ્યમાં શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમીતી રાજકોટ, દ્વારા સત્સંગ- સેવા- શ્રવણનો સુંદર ત્રીવેણી સમન્વયનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આગામી તા.૩૦ જાન્યુ. થી ૧ ફેબ્રુ.૨૦૧૯ દરમ્યાન મુંબઈના સુવિખ્યાત શ્રી તુલશીદાસ શાસ્ત્રીજી દ્વારા શ્રી સુબોધીનીજી આધારીત પુષ્ટી પુરૂષોત્તમ, શ્રી બાલકૃષ્ણપ્રભુની બાલલીલા કથાનું રસપાન કરાવશે.

શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટીમાર્ગીય ઉત્સવ સમીતી રાજકોટ, શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ જામનગર, શ્રી પુષ્ટી સંપ્રદાય મોટી હવેલી જામનગર દ્વારા પુષ્ટી માર્ગીય વૈશ્ણવો માટે ૫૧ સમૂહલગ્નનું આયોજન શ્રી લાડુમાં ધામેચા ટ્રસ્ટ યુ.કે.ના સહયોગથી આગામી તા.૧ના ફેબ્રુઆરીના કરાયું છે.

આયોજક શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટિમાર્ગીય ઉત્સવ સમિતિ (રાજકોટ) તેમજ સર્વાધ્યક્ષશ્રી પૂ.પા.ગો.૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી અને અધ્યક્ષશ્રી પૂ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદય છે.

આયોજનને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ સવાલીયા (મો.૯૮૭૯૦ ૨૫૪૫૫), ઉપપ્રમુખ કુમનભાઈ વરસાણી (મો.૯૪૨૬૨ ૫૧૩૧૦), ઉપપ્રમુખ પ્રફુલભાઈ હદવાણી (મો.૯૩૭૫૬ ૫૦૨૬૫), મંત્રી માધવદાસ ફીચડીયા (મો.૯૮૨૫૦ ૭૫૦૨૮), મંત્રી ચીરાગભાઈ રાજપરા (મો.૯૮૨૫૪ ૯૯૬૮૯) જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:32 pm IST)