Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વોર્ડ નં. ૧૩ માં ટીપરવાન અનિયમીતઃ ગંદકીના ગંજ

સફાઇનાં વિવિધ પ્રશ્ને કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૧૯ :.. શહેરના વોર્ડ નં. ૧૩ નાં ટીપરવાન અનિયમીત સફાઇ સહિતના વિવિધ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે મ્યુનિ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. ૧૩ના વિવિધ વિસ્તારોમાં ટીપરવાન ચાલકો કચરો ઉપાડવામાં કે ગાડીમાં કચરો નાખવાની ના પાડે છે તેમજ ગાડી સમયસર આવતી નથી વધુમાં અમુક શેરીઓ બાકી રાખી દેવાનો આક્ષેપ જાગૃતિબેન દ્વારા કરવામાં આવ્યો હતો.

આ અંગે અનેક વખત રજુઆત કરવા છતા પરિસ્થિતિ જૈસે તે જોવા મળી રહી છે તો આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા જાગૃતિબેન દ્વારા માંગણી કરવામાં આવી છે.

(4:30 pm IST)