Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે રાજુભાઈ પોબારૂ

વિશ્વના સૌથી મોટા રાજકોટ લોહાણા મહાજનના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણીઃ કિરીટભાઈ ગણાત્રાની સફળ મધ્યસ્થી : ઉપપ્રમુખ યોગેશભાઈ પુજારા અને હોદેદારો, કારોબારી સમિતિ, મંદિર સમિતિ, ૧૨૫ મહાજન સભ્યોની સર્વાનુમતે-બિનહરીફ વરણી : બે સંયુકત મંત્રીઓ તરીકે રીટાબેન જોબનપુત્રા (કોટક) અને ડો. હિમાંશુભાઇ ઠક્કર તથા ઇન્ટરનલ ઓડીટર તરીકે ધવલભાઇ ખખ્ખરની અને ર૧ સભ્યોની કારોબારી,૧૧ સભ્યોની મંદિર સમિતિ સહિત કુલ ૧૨૫ સભ્યોની સર્વાનુમતે-બિનહરીફ વરણી વિદાય લેતા પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ તથા નવા ચૂંટાયેલા પ્રમુખ રાજુભાઇ પોબારૂએ નિષ્પક્ષ, પારદર્શક તથા બંધારણના અક્ષરસઃ પાલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ ચૂંટણીને ઐતિહાસિક ગણાવીઃ જ્ઞાતિહિત અને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોની ગાડી પૂરપાટ ઝડપે દોડાવાનો દ્રઢ નિશ્ચય કર્યો અધ્યક્ષસ્થાનેથી બોલતા કિરીટભાઇ ગણાત્રાએ લાગણીસભર વકતવ્યમાં સમગ્ર લોહાણા સમાજનો આભાર માની સમાજ ઉત્કર્ષના કાર્યમાં જોડાઇ જવા હાકલ કરી ધાર્મિક-પવિત્ર વાતાવરણમાં ફટાકડાની તડાફડી સાથે સૌ એ મોં મીઠા કરી તમામ હોદ્દેદારોને સહર્ષ વધાવી લીધા છ સભ્યોની ચૂંટણી સમિતિ તથા ચૂંટણી અધિકારી ડો. પુરૂષોતમ પીપરીયાની લાંબા સમયની જહેમત રંગ લાવી 'મારા નહીં સારા' સૂત્રને પ્રાધાન્ય અપાયુ

રાજકોટ તા.૧૯: સમગ્ર વિશ્વમાં લોહાણા જ્ઞાતિની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજકોટમાં લોહાણા મહાજન સમિતિની ચૂંટણી બિનવિવાદ, બિનહરીફ, સર્વાનુમતે, સર્વમાન્ય અને સમરસતા સાથે સંપન્ન થઇ છે તેના અનુસંધાને ગઇકાલે રાજકોટની ચૌધરી હાઇસ્કૂલના હોલ ખાતે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના રેકર્ડ ઉપરના મહાજન સમિતિના સદસ્યો તથા નવી ચૂંટાયેલ મહાજન સમિતિની એક સંયુકત બેઠક નામદાર કોર્ટ દ્વારા નિમાયેલ આર્બીટ્રેટર માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં લોહાણા મહાજન રાજકોટનાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે-બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વરણી થયેલા હોદ્દેદારોમાં પ્રમુખપદે રાજુભાઇ પોબારૂ મો. ૯૮૨૪૦ ૪૦૫૫૯, ઉપપ્રમુખ પદે યોગેશભાઇ પૂજારા (પૂજારા ટેલિકોમ)મો. ૯૮૨૫૨ ૨૨૫૫૫, બે સંયુકત મંત્રીઓ તરીકે રીટાબેન જોબનપુત્રા (કોટક) મો. ૮૨૦૦૨ ૭૮૧૧૭  અને ડો. હિમાંશુભાઇ ઠક્કરમો. ૭૯૯૦૧ ૫૩૭૯૩ તથા ઇન્ટરનલ ઓડીટર તરીકે ધવલભાઇ ખખ્ખર મો. ૯૮૭૯૩૩૨૦૯૪ ની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત ૨૧ સભ્યોની કારોબારી તથા ૧૧ સભ્યોની મંદિર સમિતિ સહિત કુલ ૧૨૫ સભ્યોની સર્વાનુમતે-બિનહરીફ વરણી કરવામાં આવી હતી. થયેલ તમામ વરણીઓને હાજર રહેલ સૌ એ એક જ અવાજે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. બિનહરીફ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખની મુદ્દત ૩ વર્ષ અને બે સંયુકત મંત્રીઓ તથા ઓડીટરની મુદ્દત એક વર્ષની હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

વિદાય લેતા પ્રર્વતમાન કાર્યવાહક મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ, પારદર્શક તથા બંધારણના અક્ષરસઃ પાલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ ચૂંટણી સમગ્ર વિશ્વમાં ઐતિહાસિક બની ગઇ છે. રાજકોટ લોહાણા સમાજ માટે આ સોનેરી ક્ષણ લાવવામાં ''અકિલા''ના મોભી મુરબ્બી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સિંહફાળો છે. પૂ. કિરીટભાઇ ગણાત્રાએ જો મધ્યસ્થી ન કરી હોત તો સર્વાનુમતે- સમરસ-સર્વમાન્ય-બિનવિવાદ અને બિનહરીફ ચૂંટણી શકય જ ન બની હોત તેવું પણ જણાવ્યું હતંુ.

પોતાના પ્રમુખપદ દરમ્યાન સંજોગોવસાત જ્ઞાતિહિત અને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો અધુરા રહયા છે તે બાબતે જાહેરમાં દિલગીરી વ્યકત કરતા કાશ્મીરાબેને વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે લોહાણા મહાજનની ચૂંટાયેલી નવી બોડી ચોક્કસપણે અગાઉના અધુરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જ્ઞાતિહિતના કોઇપણ કામ માટે પોતે સદાય તત્પર રહેશે અને બિનહરીફ-સર્વાનુમતે ચૂંટાયેલ નવી બોડીને પણ પુરતો સહયોગ આપશે તેવો કોલ આપ્યો હતો.

નવા વરણી થયેલ મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતંુ કે માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તથા સમગ્ર લોહાણા સમાજે પોતાનામાં જે અનન્ય વિશ્વાસ મુકયો છે તે વિશ્વાસ કદી એળે નહીં જાય. સૌને સાથે રાખીને જ્ઞાતિ તથા સમાજ સેવાના કાર્યો અવિરત થતાં રહેશે. ઉપરાંત સમાજના દરેક વર્ગના લોકોની જરૂરીયાતો અને રજુઆતોનો ખ્યાલ રાખીને તન-મન અને ધનથી સમાજસેવા કરવાનો દ્રઢ નિશ્ચય વ્યકત કર્યો હતો.

જ્ઞાતિ અગ્રણીઓ તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓની વિનંતી માન્ય રાખીને સૌરાષ્ટ્રના લોકપ્રિય સાંધ્ય દૈનિક ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીમાં મધ્યસ્થી કરી તે બાબત પણ રાજુભાઇએ પ.પૂ. રામ ભગવાન, પૂ. જલારામબાપા, પૂ. રણછોડદાસજી મહારાજ અને પૂ. વીરદાદા જશરાજજીના આશીર્વાદ સમાન ગણાવી હતી.

અધ્યક્ષ સ્થાનેથી લાગણીસભર વકતવ્યમાં ગદ્દગદિત સ્વરે બોલતા માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ જ્ઞાતિજનોએ તથા સમાજે આપેલા અપાર પ્રેમ તથા પોતાના ઉપર મુકેલા અસામાન્ય વિશ્વાસ બદલ સૌનો આભાર માન્યો હતો. સાથે-સાથે લોહાણા સમાજ રાજકોટ માટે નવા ઉગેલા સોનેરી સૂરજ સંગાથે ખભ્ભે ખભ્ભા મિલાવી સમાજ ઉત્કર્ષના કાર્યોમાં જોડાઇ જવા સૌને હાકલ કરી હતી.

રાજકોટ ખાતે આવેલી લોહાણા સમાજની તમામ મહાજન વાડીઓનું નવીનીકરણ, જ્ઞાતિના યુવાધન માટે સિવિલ સર્વિસીઝ (IAS- IPS) કક્ષાનું શિક્ષણ, જ્ઞાતિજનો માટે મેડીકલ ફેસેલીટીઝ વિગેરે બાબતે તાબડતોડ કાર્ય શરૂ કરી દેવા નવી બોડીને વ્યાજબી સૂચન માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કર્યું હતું.

રાજકોટ લોહાણા મહાજન સમિતિની બિનહરીફ-બિનવિવાદ સંપન્ન થયેલ ચૂંટણીના અશકય લાગતા કાર્યને સુપેરે શકય બનાવનાર માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાને આભાર પત્ર દ્વારા શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી તથા શ્રી રાજુભાઇ પોબારૂએ સન્માનિત કર્યાં હતા. હાજર રહેલ સૌએ માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાને સ્ટેન્ડીંગ ઓવેશન આપીને જ્ઞાતિ તથા સમાજના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. માનનીયશ્રી કિરીટભાઇ ગણાત્રાએ નવા વરાયેલા તમામ હોદ્દેદારોની ડાયસ ઉપરથી જાહેરાત કરતા હાજર રહેલ સૌ સભ્યોમાં ખુશી સાથે ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને આખુ ઓડીટોરીયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયું હતું. ગ્રાઉન્ડમાં ફટાકડા પણ ફુટવા લાગ્યા હતા.

સંપન્ન થયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું નિષ્પક્ષ, પારદર્શક, ચીવટપૂર્વક તથા સફળતાપૂર્વક સંચાલન કરનાર બાહોશ, કાયદેઆઝમ અને દીર્ધદ્રષ્ટા ચૂંટણી અધિકારી ડો. પુરૂષોતમભાઇ પીપરીયા (સીઇઓ, આરસીસી બેન્ક રાજકોટ)નું પણ માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ સન્માન કર્યું હતું.

સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે અવિસ્મરણિય, અનન્ય તથા જવાબદારીવાળી કપરી કામગીરી કરનાર ચૂંટણી સમિતિના સભ્યો વિણાબેન પાંધી, હિરાભાઇ માણેક, નવીનભાઇ ઠક્કર, રામભાઇ બરછા, એ.ડી. રૂપારેલ તથા અનિલભાઇ વણઝારાનો માનનીયશ્રી કિરીટભાઇ ગણાત્રાએ હદયપૂર્વક આભાર માન્યો હતો.

બેઠકની શરૂઆતમાં પ.પૂ. જલારામ બાપા તથા પૂ. રણછોડદાસજી મહારાજના ફોટા સમક્ષ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આવા પવિત્ર વાતાવરણમાં શરૂઆત થયેલ આ મિટીંગમાં જુના તથા નવા મહાજન સમિતિના તમામ સભ્યોએ જબ્બરદસ્ત એકતાના દર્શન કરાવી બિનહરીફ ચૂંટાયેલા મહાજન સમિતિના તમામ સભ્યોને તાળીઓના ગડગડાટ સાથે એક જ અવાજે વધાવી લીધા હતા. કદાચ આ ઘટના રાજકોટના લોહાણા સમાજમાં ઐતિહાસિક કહી શકાય. હોદ્દેદારોના નામ જાહેર થતાંની સાથે જ ઓડીટોરીયમની બારોબાર ફટાકડાની તડાફડી મચી જવા પામી હતી અને સૌએ સહર્ષ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. બેઠક પુરી થયા બાદ માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રા, ડો. પુરૂષોતમભાઇ પીપરીયા સહિતના મહાનુભાવોએ પ.પૂ. રણછોડદાસજી મહારાજના આશ્રમ ખાતે પૂ. ગુરૂદેવના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.

તસ્વીરમાં માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વચન સાથે વરણી થયેલા રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારો પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા (પૂજારા ટેલિકોમ), બે સંયુકત મંત્રીઓ રીટાબેન જોબનપુત્રા(કોટક) તથા ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઓડીટર ધવલભાઇ ખખ્ખર, કારોબારી સભ્યો તથા મંદિર સમિતિના સભ્યો નજરે પડે છે.ં અધ્યક્ષસ્થાનેથી પ્રસંગોચિત આશીર્વચન આપતા માનનીયશ્રી કિરીટભાઇ ગણાત્રા, વિદાય લેતા પ્રવર્તમાન કાર્યવાહક પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, નવા વરાયેલા પ્રમુખ રાજુભાઇ પોબારૂ, ચૂંટણી સમિતિના સભ્યો વિણાબેન પાંધી, હિરાભાઇ માણેક, નવીનભાઇ ઠક્કર, રામભાઇ બરછા, એ.ડી. રૂપારેલ તથા અનિલભાઇ વણઝારા નજરે  પડે છે. માનનીયશ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા જાહેર કરાયેલ હોદ્દેદારોના નામોને એક જ અવાજે હાથ ઊંચા કરીને વધાવી લેતા જ્ઞાતિજનો નજરે પડે છે. પૂ. જલારામ બાપા તથા પૂ. રણછોડદાસજી મહારાજ સમક્ષ પ્રાર્થના કરતા શ્રી કિરીટભાઇ ગણાત્રા નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં માનનીયશ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લઇને તેઓનો આભાર વ્યકત કરતા વિદાય લેતા પ્રવર્તમાન કાર્યવાહક પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, નવા વરાયેલા હોદ્દેદારો પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા(પૂજારા ટેલિકોમ), બે સંયુકત મંત્રીઓ રીટાબેન જોબનપુત્રા (કોટક) તથા ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઓડીટર ધવલભાઇ ખખ્ખર, ચૂંટણી અધિકારીશ્રી ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, ચૂંટણી સમિતિના સભ્યો એ.ડી. રૂપારેલ તથા અનિલભાઇ વણઝારા નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં કિરીટભાઇ ગણાત્રા સાથે નવી મહાજન સમિતિ સંદર્ભે રાજીપો વ્યકત કરતા રાજકોટના સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ ડો. નિતાબેન ઠક્કર નજરે પડે છે. ઉપરાંત પ્રમુખપદે આરૂઢ થતાં રાજુભાઇ પોબારૂને ઉત્સાહમાં આવીને ઊંચકી લેતા પોબારૂ પરિવારજનો નજરે પડે છે. નવી મહાજન સમિતિના કારોબારી સભ્ય શ્રી શૈલેષભાઇ પાબારીના માતુશ્રીચંદ્રીકાબેન જયેન્દ્રભાઇ પાબારીના દુઃખદ અવસાન બદલ શૈલેષભાઇ પાબારીને દિલસોજી પાઠવતા શ્રી કિરીટભાઇ ગણાત્રા તસ્વીરમાં નવી વરાયેલ કોર કમિટી (કારોબારી) ના તમામ સભ્યો નજરે પડે છે.(તમામ તસ્વીરોઃ સંદિપ બગથરીયા)

લોહાણા મહાજન રાજકોટની બિનહરીફ થયેલ ૨૧ સભ્યોની કારોબારી સમિતી(કોર કમિટી)

૧.લાખાણી હરીશભાઇ જયંતિલાલ ૨.સોનપાલ શ્યામલભાઇ મધુસુદનભાઇ

૩. ગણાત્રા આશિષભાઇ અનંતરાય       ૪. ચોટાઇ નિશાંતભાઇ જયકરભાઇ

૫. ચંદારાણા જીતેન્દ્રભાઇ અમૃતલાલ      ૬. કુંડલીયા રીટાબેન સતીષભાઇ

૭.દેવાણી પરાગભાઇ દિનસુખરાય        ૮.બરછા અલ્પાબેન રામકુમાર

૯. પાબારી શૈલેષભાઇ જયેન્દ્રભાઇ         ૧૦. સેજપાલ જયશ્રીબેન રઘુભાઇ

૧૧. કારીયા જતીનભાઇ ધરમશીભાઇ     ૧૨. જટાણીયા વિધિબેન ચંદ્રકાન્તભાઇ

૧૩.ખખ્ખર હિરેનભાઇ રાજેશભાઇ ૧૪. પોપટ રંજનબેન વલ્લભદાસ

૧૫. ગોકાણી તુષારભાઇ મહેશભાઇ        ૧૬.સચદેવ પ્રદિપભાઇ ચંદ્રકાન્તભાઇ

૧૭.કોટક મનસુખલાલ(કિશોરભાઇ)જમનાદાસ

૧૮. ખખ્ખર મનિષભાઇ હર્ષદભાઇ

લોહાણા મહાજન રાજકોટની બિનહરીફ થયેલ ૧૧ સભ્યોની મંદિર સમિતી

૧. ચગ પરેશભાઇ હરિશભાઇ     ર. ભગત અમીતકુમાર સુમનલાલ

૩. નાગરેચા વિજયભાઇ રામજીભાઇ      ૪.બુદ્ધદેવ ઇન્દુબેન શૈલેષકુમાર (ઇશીતાબેન)

પ.જોબનપુત્રા નિલેષકુમાર રતીલાલ      ૬. ધામેચા જયભારત રમેશભાઇ

૭. રાયચુરા ચંદ્રકાન્તભાઇ શીવલાલભાઇ  ૮.કુંડલીયા માલાબેન ચંદુલાલ

૯.તન્ના પરેશભાઇ જયસુખલાલ   ૧૦.બગડાઇ ભારતીબેન હસમુખરાય

૧૧. રાચ્છ ગોરધનભાઇ રામજીભાઇ

૧૯. બાવરીયા દિનેશભાઇ રસીકભાઇ      ૨૦.જસાણી યોગેશભાઇ પ્રભુદાસભાઇ

૨૧. કારીયા ધવલભાઇ દિનેશકુમાર

બંધારણના અક્ષરસઃ પાલન સાથે ચૂંટણી પ્રક્રિયા પાર પાડનાર ચૂંટણી સમિતિ

(૧) વિણાબેન પાંધી  (૨) હિરાભાઇ માણેક

(૩)નવીનભાઇ ઠક્કર (૪) રામભાઇ બરછા

(૫) એ.ડી.રૂપારેલ             (૬) અનિલભાઇ વણઝારા

ચૂંટણી અધિકારી-ડો. પુરૂષોતમભાઇ પીપરીયા

(3:43 pm IST)